<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th October 2025

ટી૨૦ વર્લ્‍ડકપ ૨૦૨૬ માટે નેપાળ અને ઓમાનની ટીમો કવાલીફાય

નવી દિલ્‍હીઃ નેપાળ અને ઓમાનની ક્રિકેટ ટીમો માટે એક ઐતિહાસિક દિવસ બની રહ્યો. આ બંને ટીમોએ એશિયા એન્‍ડ એશિયા પેસિફિક ક્‍વોલિફાયર દ્વારા આગામી આઇસીસી મેન્‍સ વ્‍૨૦ વર્લ્‍ડ કપ ૨૦૨૫ માટે સફળતાપૂર્વક ક્‍વોલિફાય કરી લીધું છે. આ મેગા ઈવેન્‍ટ ભારત અને શ્રીલંકામાં યોજાવાની છે. નેપાળે સતત બીજી વખત વ્‍૨૦ વર્લ્‍ડ કપ માટે ક્‍વોલિફાય કર્યું છે.

આઈસીસી દ્વારા ઓમાન અને નેપાળના ક્‍વોલિફિકેશનની પુષ્ટિ સુપર સિક્‍સ મેચો પહેલા જ કરવામાં આવી છે. સમોઆ સામે યુએઇની જીત અને ગુરુવારે જાપાન સામેની તેની ટક્કરના પરિણામોને ધ્‍યાનમાં રાખીને, હવે ગણિત મુજબ ઓમાન અને નેપાળ ટોપ થ્રીમાં પોતાનું સ્‍થાન નિヘતિ કરશે તે નક્કી થઈ ચૂક્‍યું છે. નેપાળની ટીમે અત્‍યાર સુધી ગ્રુપ સ્‍ટેજમાં પોતાની દરેક મેચ જીતીને પ્રભાવશાળી પ્રદર્શન કર્યું છે. યુએઈ અને કતાર સામે નેપાળે અંતિમ બોલે રોમાંચક વિજય મેળવ્‍યો હતો. યુએઈ સામેની મેચમાં દીપેન્‍દ્ર સિહ એરીએ છેલ્‍લા બોલે છગ્‍ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી, જે તેના શાનદાર પ્રદર્શનનો પુરાવો છે.

(3:40 PM IST)