તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 13th October 2025
ભારતીય મૂળના હરજસસિંઘનો કલબ ક્રિકેટમાં અનોખો રેકોર્ડઃ ૧૪૧ બોલમાં ૩૧૪ રન ફટકાર્યા
૩૫ છગ્ગા અને ૧૪ ચોગ્ગા ઝીંકી દીધાઃ બે હજાર ડોલરની કિંમતના સંખ્યા બંધ બોલ ખોવાઇ ગયાઃ ૧૨૦ વર્ષ જૂનો રેકોર્ડ તૂટયો

સિડનીઃ ઓસ્ટ્રેલિયાના ભારતીય મૂળના યુવા ક્રિકેટર હરજસ સિઘે સિડનીના પ્રીમિયર ક્લબ ક્રિકેટમાં અદ્ભુત પ્રદર્શન કરી બતાવ્યું છે. વેસ્ટર્ન સબર્બ્સ ક્લબ તરફથી રમતી આ ૨૦ વર્ષીય લેફટ-હેન્ડર બેટ્સમેનએ માત્ર ૧૪૧ બોલમાં ૩૧૪ રન ફટકાર્યા. જેમાં ૩૫ સિક્સર અને ૧૪ ફોરનો સમાવેશ થાય છે. આ ઇનિંગથી ન્યૂ સાઉથ વેલ્સ પ્રીમિયર ફર્સ્ટ-ગ્રેડ ક્રિકેટમાં ૧૨૦ વર્ષ જૂનો રેકોર્ડ તૂટ્યો, અને લિમિટેડ-ઓવર્ઝ ફોર્મેટમાં ત્રણ સદીની પ્રથમ પારી બની.
હરજસ સિહની આ વિસ્ફોટક પારીએ પ્રેટન પાર્કમાં સિડની ક્રિકેટ ક્લબ વિરુદ્ધ રમાયેલી ૫૦ ઓવરની મેચમાં વેસ્ટર્ન સબર્બ્સને મજબૂત વિઝન આપ્યું. નંબર-૩ પર આવતા હરજસે પ્રથમ ચાર બોલમાં એક રન પણ નહોતો બનાવ્યો, પરંતુ ત્યારબાદ તેમણે ધૂમ મચાવી દીધી. તેણે ૩૩ બોલમાં ૫૦, ૧૦૨ બોલમાં ૨૦૧ અને છેલ્લા ૨૩ બોલમાં ૮૮ રન ફટકાર્યા. આ ઇનિંગમાં ૩૫ સિક્સરથી લગભગ ૨૦૦૦ ડોલરની કિમતના સંખ્યાબંધ ક્રિકેટ બોલ ગુમાવવા પડ્યા હતા, કેટલાક બોલ ક્રિકેટ મેદાનની બહાર ખોવાઈ ગયા. આ સ્કોર એન એસ ડબલ્યુ પ્રીમિયર ક્રિકેટના ત્રીજા સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર તરીકે નોંધાયો, જે વિક્ટર ટ્રમ્પરના ૩૩૫ (૧૯૦૩) અને ફિલ જેક્વ્ઝના ૩૨૧ (૨૦૦૭) પછી આવે છે. આ ઉપરાંત, આ ઓસ્ટ્રેલિયામાં પ્રીમિયર ક્લબ ક્રિકેટની લિમિટેડ-ઓવર્સની સૌથી મોટી ઇનિંગ છે.
હરજસની આ ઇનિંગે તેમના ક્લબના જૂના રેકોર્ડ (બોબ સિમ્પસનના ૨૨૯)ને પણ તોડી નાખ્યો. મેચ પછી ફોક્સ ક્રિકેટને આપેલા ઇન્ટરવ્યૂમાં હરજસે કહ્યું, આ મારી કારકિર્દીની સૌથી યાદગાર બેટિગ છે. હું દરેક બોલને સિક્સર મારવાનો પ્રયત્ન કરી રહ્યો હતો, અને તે કામ કરી ગયું.
હરજસ સિંઘ (જન્મઃ ૩૧ જાન્યુઆરી, ૨૦૦૫, સિડની) ભારતીય મૂળના છે. તેમના માતા-પિતા, ઇન્દરજીત સિહ અને અવિન્દર કૌર, ૨૦૦૦માં પંજાબના ચંડીગઢથી ઓસ્ટ્રેલિયા સ્થળાંતર કર્યા હતા. હાલમાં બંને બસ ડ્રાઇવર તરીકે કામ કરે છે અને તેમના પુત્રના ક્રિકેટ કારકિર્દી માટે અસંખ્ય ત્યાગ કર્યા છે. હરજસ કહે છે, મારા માતા-પિતા કામ પછી મને ટ્રેનિગ પર લઈ જતા, વહેલા સવારે ઉઠાડતા અને તૈયારી કરતા. તેમના પ્રેમ અને સમર્થન વિના આ શક્ય નહોતું.
પરિવારમાં રમત પ્રત્યેનો ભાવ પ્રસરેલો છે. તેમના પિતા ઇન્દરજીત પંજાબમાં સ્ટેટ બોક્સિંગ ચેમ્પિયન રહ્યા છે, જ્યારે માતા અવિન્દર કૌર સ્ટેટ-લેવલની લોંગ જમ્પર હતી. હરજસ પંજાબીમાં ઘરે વાત કરે છે, શાકાહારી છે અને શીખ માર્શલ આર્ટથી પ્રેરિત છે, જે તેમના મજબૂત કાંડાને કારણે વિશેષ શક્તિશાળી બનાવે છે. તેમના કાકા હજુ પણ ચંડીગઢમાં રહે છે, અને તેમના પરિવાર પાસે સેક્ટર ૪૪-ડીમાં ઘર છે. હરજસે છેલ્લી વખત ૨૦૧૫માં ભારતની મુલાકાત લીધી હતી, પરંતુ કહે છે, ક્રિકેટે મને વ્યસ્ત રાખ્યો, પણ મારા ભારતીય મૂળ ઉપર હંમેશા ગર્વ કરું છું.
(4:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
