<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 10th October 2025

બીજા ટેસ્‍ટના પ્રથમ દિવસે જ ભારત મજબૂત સ્‍થિતિમાં ૨૨૭/૧

યશસ્‍વી જયસ્‍વાલની સદી ૧૧૧ રને અને સાંઇ સુદર્શન ૭૧ રને દાવમાં: રાહૂલ ૩૮ રને આઉટઃ ટીમમાં ફેરફાર નથી

નવી દિલ્‍હીઃ ભારત અને વેસ્‍ટઇન્‍ડિઝ વચ્‍ચે આજથી બીજા ટેસ્‍ટ મેચનો પ્રારંભ થયો છે. કેપ્‍ટન શુભમન ગિલે ટોસ જીતી દાવ લીધો છે આ લખાય છે ત્‍યારે ભારતે ૬૧ ઓવરમાં ૧ વિકેટના ભોગે ૨૨૭ રન બનાવ્‍યા છે.

બે ટેસ્‍ટ મેચની સિરીઝમાં ૧-૦થી આગળ ભારતે બીજા ટેસ્‍ટમાં પણ શાનદાર શરૂઆત કરી હતી. લોકેશ રાહૂલ ૩૮ રન બનાવી આઉટ થયો હતો. બાદમાં યશસ્‍વી જયસ્‍વાલ અને સાઇ સુદર્શન જવાબદારી પૂર્વક બેટીંગ કરી રહ્યા હતા.

યશસ્‍વી જયસ્‍વાલે શાનદાર સદી ફટકારી છે. ૧૭૦ બોલમાં ૧૭ ચોગ્‍ગા સાથે ૧૧૭ રને દાવમાં છે જયારે સાંઇસુદર્શન ૧૪૩ બોલમાં ૧૧ ચોગ્‍ગા સાથે ૭૬ રને દાવમાં છે.

બીજા ટેસ્‍ટમાં પણ ભારતે કોઇ ફેરફાર કર્યો નથી. પ્રથમ ટેસ્‍ટ મેચની ટીમ યથાવત રાખવામાં આવી

(4:20 PM IST)