તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Monday, 6th October 2025
ઈરાની કપના મુકાબલામાં હોબાળો :બે ખેલાડીઓ મેદાનમાં બાખડ્યા :અમ્પાયરે મામલો થાળે પાડ્યો
વિકેટ મળ્યા બાદ ઠાકુરે જોશમાં જશ્ન મનાવ્યો જેના કારણે તેની યશ ધુલ સાથે લડાઈ થઈ ગઈ

નાગપુરમાં વિદર્ભ અને રેસ્ટ ઓફ ઈન્ડિયા વચ્ચે ઈરાની કપની મેચ રમાઈ હતી. ઈરાની કપના મુકાબલામાં મોટો હોબાળો થયો હતો. રેસ્ટ ઑફ ઈન્ડિયાના બેટ્સમેન યશ ધુલ અને રજત પાટીદારની કેપ્ટનશીપ હેઠળની ટીમમાંથી રમી રહેલા વિદર્ભના યશ ઠાકુર વચ્ચે મેદાનની વચ્ચે ઝઘડો થયો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
ઈરાની કપની મેચ દરમિયાન યશ ઠાકુરની બોલિંગ પર યશ ધુલે એક શાનદાર શોટ રમ્યો હતો. જોકે, બાઉન્ડ્રી લાઇન પર ફિલ્ડિંગ કરી રહેલા અથર્વ તાઇડેએ અદ્ભુત કેચ પકડ્યો. આ વિકેટ મળ્યા બાદ ઠાકુરે જોશમાં જશ્ન મનાવ્યો, જેના કારણે તેની યશ ધુલ સાથે લડાઈ થઈ ગઈ. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
વિદર્ભે આ મેચમાં રેસ્ટ ઑફ ઈન્ડિયાને હરાવીને વિજય મેળવ્યો. મેચના અંતિમ દિવસે વિદર્ભે રેસ્ટ ઑફ ઈન્ડિયાની ટીમને બીજી ઇનિંગ્સમાં 267 રન પર સમેટી લીધી હતી. આ જીત સાથે વિદર્ભે 93 રનથી જીત નોંધાવી અને ઘરેલું ક્રિકેટના ઇતિહાસમાં ત્રીજી વખત ઈરાની કપના ખિતાબ પર કબજો જમાવ્યો છે. બોલિંગ પ્રદર્શનની વાત કરીએ તો વિદર્ભ માટે હર્ષ દુબેએ બીજી ઇનિંગમાં ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે ઝઘડો કરનાર યશ ઠાકુરે પ્રથમ ઇનિંગમાં ચાર વિકેટ ચટકાવી હતી.
(1:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
