તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 4th October 2025
ઓસ્ટ્રેલીયા સામેની સિરીઝ માટે કાલે ભારતીય ટીમની જાહેરાતઃ રોહીત-કોહલીની વાપસી

નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના અનુભવી ક્રિકેટરો રોહિત શર્મા અને વિરાટ કોહલી ઘણા સમયથી ક્રિકેટથી દૂર છે. રોહિત અને કોહલી છેલ્લે ભારત માટે ICC ચેમ્પિયન્સ ટ્રોફી ૨૦૨૫માં રમ્યા હતા. ત્યારબાદ બંને અનુભવી ખેલાડીઓએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાં પોતપોતાની ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. આ બંને ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની સીરીઝ માટે ભારતીય ટીમનો ભાગ બની શકે છે.
બીસીસીઆઇ ાવતી કાલે ટીમ જાહેર કરી શકે છે. ભારતનો ઓસ્ટ્રેલિયા પ્રવાસ ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાવાનો છે, જેમાં પ્રથમ ત્રણ વન ડે ૧૯ ઓક્ટોબરથી શરૂ થશે. ત્યારબાદ ૨૯ ઓક્ટોબરથી ૮ નવેમ્બર દરમિયાન પાંચ મેચની ટી ૨૦ સીરીઝ રમાશે.
(3:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
