<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

સંજુ સેમસને ઇતિહાસ રચ્યો: એમએસ ધોનીનો રેકોર્ડ તોડ્યો: એશિયા કપ T20Iમાં સૌથી વધુ છગ્ગા ફટકાર્યા

એશિયા કપ ટી20 ફોર્મેટની એક જ સિઝનમાં સૌથી વધુ છગ્ગા ફટકારનાર એકમાત્ર ભારતીય વિકેટકીપર-બેટ્સમેન બની ગયો

 એશિયા કપ 2025ની અંતિમ સુપર ફોર મેચ ટીમ ઈન્ડિયા અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહી છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ શાનદાર બેટિંગ કરી અને એશિયા કપ T20 ફોર્મેટમાં સૌથી વધુ સ્કોર બનાવ્યો. અભિષેક શર્માએ ફરી એકવાર શાનદાર બેટિંગ કરી, અડધી સદી ફટકારી. તિલક વર્મા અને સંજુ સેમસન પણ સારી ઇનિંગ્સ રમ્યા. સંજુ સેમસનના ઝડપી રન-સ્કોરિંગે ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીના મુખ્ય રેકોર્ડને તોડી નાખ્યો.

શ્રીલંકા સામે શાનદાર બેટિંગ કરતા સંજુ સેમસનએ 23 બોલમાં 39 રન બનાવ્યા. આ ઇનિંગ્સ દરમિયાન તેણે એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી. આ સાથે, સંજુ સેમસન એશિયા કપ T20 ફોર્મેટમાં વિકેટકીપર-બેટ્સમેન તરીકે એક જ સિઝનમાં સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ધરાવે છે.સંજુએ 2025 એશિયા કપમાં છ છગ્ગા ફટકાર્યા હતા. આ પહેલા આ રેકોર્ડ ભારતના ભૂતપૂર્વ કેપ્ટન એમએસ ધોનીના નામે હતો. ધોનીએ 2016 એશિયા કપમાં ચાર છગ્ગા ફટકાર્યા હતા. સંજુ સેમસન એક જ સિઝનમાં પાંચ કે તેથી વધુ છગ્ગા મારનાર એકમાત્ર ભારતીય વિકેટકીપર-બેટ્સમેન બન્યો છે.
આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો. પ્રથમ બેટિંગ કરતા ટીમ ઈન્ડિયાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 202 રન બનાવ્યા. ટીમ ઈન્ડિયા તરફથી ઓપનર અભિષેક શર્માએ 31 બોલમાં 61 રન બનાવ્યા. તેની ઇનિંગ દરમિયાન, અભિષેકે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા.

વધુમાં, તિલક વર્માએ 34 બોલમાં 4 ચોગ્ગા અને 1 શાનદાર છગ્ગા ફટકારીને અણનમ 49 રન બનાવ્યા. અક્ષર પટેલે અંતે 15 બોલમાં 21 રન બનાવ્યા, 1 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. શ્રીલંકાના પાંચેય બોલરોએ 1-1 વિકેટ ઝડપી હતી.
અભિષેકે 196.77ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી અને 31 બોલમાં 61 રનની ધમાકેદાર ઇનિંગ રમી. આ ઇનિંગમાં તેણે આઠ ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. મોટો શોટ મારવાનો પ્રયાસ કરતી વખતે તે કમિન્દુ મેન્ડિસના હાથે કેચ આઉટ થયો. આ ઇનિંગમાં અભિષેક શર્માએ માત્ર એક કે બે નહીં પરંતુ અનેક રેકોર્ડ બનાવ્યા. તેણે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાનને પાછળ છોડી દીધો છે.
શ્રીલંકા સામેની સુપર 4 મેચમાં, અભિષેક શર્માએ 34 રનની ઇનિંગ રમીને T20 એશિયા કપની એક જ આવૃત્તિમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બનાવ્યો. તેણે આ સિદ્ધિ હાંસલ કરવા માટે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન અને ભૂતપૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી જેવા દિગ્ગજોને પાછળ છોડી દીધા છે. અભિષેકે અત્યાર સુધી ટુર્નામેન્ટમાં 300થી વધુ રન બનાવ્યા છે, જે T20 એશિયા કપની એક જ આવૃત્તિમાં કોઈપણ બેટ્સમેન દ્વારા સૌથી વધુ રન છે.

(12:39 AM IST)