<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

પાકિસ્તાન એશિયા કપના ફાઈનલમાં પહોંચી ગયુ: બાંગ્લાદેશને 11 રનથી હરાવ્યું: હવે 28મી સપ્ટેમ્બરે ભારત સામે ફાઈનલ મેચ

દુબઈના સ્ટેડિયમમાં સુપર-4ની મેચ રમાઈ: બાંગ્લાદેશને જીત માટે 136 રનનો લક્ષ્યાંક અપાયો હતો પણ 129 રન જ બનાવી શકી

એશિયા કપમાં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે મુકાબલો થયો હતો. બંને ટીમો વચ્ચે દુબઈના સ્ટેડિયમમાં સુપર-4ની મેચ રમાઈ હતી . પાકિસ્તાને જીત માટે બાંગ્લાદેશને 136 રનનો લક્ષ્ય આપ્યો હતો. પાકિસ્તાન 11 રનથી મેચ જીત્યું હતું .

મુકાબલા બાદ પાકિસ્તાન પણ એશિયા કપના ફાઈનલમાં પહોંચી ગયું છે. ભારતની ટીમ પહેલેથી જ ફાઈનલમાં પહોંચી ગઈ છે, હવે 28મી સપ્ટેમ્બરે ફાઈનલ મેચ રમાશે. 

(12:15 AM IST)