તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
વેસ્ટ ઇન્ડીઝ સામેની બે ટેસ્ટ મેચની સિરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત: શુભમન ગીલ સુકાની
ઋષભ પંત ઈજાને કારણે બહાર:રવિન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન :સરફરાઝખાનને ટીમમાં સ્થાન નહીં : દેવદત્ત પડિકલ અને અક્ષર પટેલ ટીમ ઇન્ડિયામાં પાછા ફર્યા: કરુણ નાયર, સાઈ સુદર્શન અને આકાશદીપને બહાર કરાયા

વેસ્ટ ઇન્ડીઝ સીરિઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. શુભમન ગિલ પહેલી વાર ઘરેલુ ટેસ્ટ સીરિઝમાં ટીમનું નેતૃત્વ કરશે, જ્યારે વાઈસ કેપ્ટન પણ બદલાયા છે. ઋષભ પંત ઈજાને કારણે બહાર છે, તેથી રવિન્દ્ર જાડેજાને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. દેવદત્ત પડિકલ અને અક્ષર પટેલ ટીમ ઇન્ડિયામાં પાછા ફર્યા છે. મોટા સમાચાર એ છે કે, કરુણ નાયર, સાઈ સુદર્શન અને આકાશદીપને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. કરુણ નાયર અને સાઈ સુદર્શન ઇંગ્લેન્ડ સિરીઝમાં નિષ્ફળ રહ્યો હતો, ચાર ટેસ્ટમાં ફક્ત એક જ અડધી સદી ફટકારી હતી.
ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરિઝની શરુઆત 2 ઓક્ટોમ્બરથી થઈ રહી છે. પહેલી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં 10 ઓક્ટોમ્બરના રોજ રમાશે. વેસ્ટઈન્ડિઝના કોચ ડૈરેન સૈમીએ સીરિઝ શરુ થતાં પહેલા ટીમ ઈન્ડિયાએ ઈશારા ઈશારામાં પડકાર ફેંક્યો છે. તેમણે કહ્યું કે, જો ન્યુઝીલેન્ડની ટીમ ભારતને તેના ઘર આંગણે હરાવી શકે છે તો તે પણ આવું કરી શકે છે.
ભારતની ટેસ્ટ ટીમ : શુભમન ગિલ,યશસ્વી જ્યસ્વાલ, કે.એલ રાહુલ, દેવદત્ત પેડિક્કલ, સાંઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, રવિન્દ્ર જાડેજા , વોશિગ્ટન સુંદર, જસપ્રીત બુમરાહ, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કુલદીપ યાદવ અને નારાયણ જગદીશન
(1:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
