તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 25th September 2025
ભારત ફાઇનલમાં, અભિષેક કુલદીપ અને વરુણ ચમક્યા
ભારત ૧૬૮/૬, બાંગ્લાદેશ ૧૨૭/૧૦: અભિષેક શર્માની ફીફટી, કુલદીપ યાદવને ત્રણ વિકેટઃ કાલે શ્રીલંકા સામે મેચ

નવી દિલ્હીઃ એશિયા કપમાં ટીમ ઈન્ડિયા શાનદાર ફોર્મમાં છે. સૂર્યાની આગેવાનીમાં ભારતીય ટીમ એક પછી એક મેચ જીતી રહી છે. ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને ઘૂંટણીએ પાળતા જીત મેળવી હતી. આ સાથે એશિયા કપ ૨૦૨૫માં ભારતની આ સતત પાંચમી જીત છે.
કુલદીપે ત્રણ વિકેટ ઝડપી હતી. વરુણ પણ ચમક્યો હતો. અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરીને ફિફટી ફટકારી હતી. બાંગ્લાદેશ તરફથી સૈફ હસને ફિફટી ફટકારી હતી પરંતુ ટીમને જીત અપાવી શક્યો ન હતો.
ભારતે બાંગ્લાદેશને જીતવા માટે ૧૬૯ રનનો ટાર્ગેટ આપ્યો છે. બાંગ્લાદેશના કેપ્ટન ઝાકિર અલીએ ટોસ જીતીને ભારતને પ્રથમ બેટિંગ આપી હતી. અભિષેક શર્મા અને શુભમન ગિલે ટીમને મજબૂત શરૂઆત અપાવી, પ્રથમ વિકેટ માટે ૭૭ રનની પાર્ટનરશિપ કરી હતી. ત્યારબાદ, ભારતની બેટિંગ લાઇનઅપ સારુ પ્રદર્શન કરી શકી નહીં. અભિષેક ૩૭ બોલમાં ૭૫ રન બનાવીને આઉટ થયો, અને ગિલ ૨૯ રન બનાવીને પેવેલિયન પાછો ફર્યો હતો. આ દરમિયાન, હાર્દિક પંડ્યાએ ૨૯ બોલમાં ૩૮ રન બનાવ્યા. બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને બે વિકેટ ઝડપી, જ્યારે તન્ઝીહ હસન સાકિબ, મુસ્તફિઝુર રહેમાન અને મોહમ્મદ સૈફુદ્દીને એક-એક વિકેટ લીધી હતી.
૧૬૯ રનના ટાર્ગેટ ચેઝ કરતા બાંગ્લાદેશની શરૂઆત સારી નહોતી. જસપ્રીત બુમરાહે બીજી ઓવરમાં પ્રથમ બોલિંગ કરીને તન્ઝીદને આઉટ કર્યો હતો. ત્યારબાદ સૈફ અને પરવેઝે મજબૂત ભાગીદારી બનાવી હતી. જોકે, કુલદીપ યાદવે તેની પહેલી જ ઓવરમાં પરવેઝને આઉટ કરીને પાર્ટનરશિપને તોડી નાખી. ત્યારબાદ અક્ષરે ૧૦મી ઓવરમાં તૌહિદને આઉટ કર્યો. આ પછી વરુણ અને કુલદીપે ભારે તબાહી મચાવીને બાંગ્લાદેશ સતત બે વિકેટ પાડી દીધી હતી. બાંગ્લાદેશ ૧૨૭ રનમાં ઓલઆઉટ થઈ ગયું. કુલદીપે ત્રણ વિકેટ ઝડપી, જ્યારે બુમરાહ અને વરુણ ચક્રવર્તીએ બે-બે વિકેટ લીધી હતી.
બાંગ્લાદેશના રેગ્યુલર કેપ્ટન લિટન દાસ ઈજાને કારણે આ મેચમાં નથી. તેમના સ્થાને ઝાકિર અલી ટીમનું નેતૃત્વ કરી રહ્યો છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બાંગ્લાદેશની ટીમમાં ચાર ફેરફારો કરવામાં આવ્યા હતા, જ્યારે ભારતની ટીમમાં કોઈ પણ ફેરફાર વગર મેદાનમા ઉતરી હતી
(11:39 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
