તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd September 2025
પાકિસ્તાન ૧૭૧/પ, ભારત ૧૭૪/૪: શિવમ,કુલદિપ અને પંડયાને ૦૧ વિકેટ અભિષેક ગીલનું તોફાન : ભારતે પાકને પછાડયું
પ્લેયર ઓફ ધ મેચ અભિષેક શર્માએ ૩૯ બોલમાં ૭૪ રન ફટકાર્યાઃ હવે બુધવારે બાંગલા દેશ સામે મુકાબલો

નવી દિલ્હીઃ એશિયા કપ ૨૦૨૫માં સુપર-૪માં ભારતે પાકિસ્તાનને ફરી એક વખત હરાવ્યું. ભારતે શાનદાર બેટિંગ પ્રદર્શન કર્યું અને ટીમ ઈન્ડિયા માટે ૧૭૨ રનનો પડકારજનક સ્કોર બનાવ્યો. અભિષેક શર્મા અને શુભમન ગિલની વિસ્ફોટક ઇનિંગ્સે ભારતને જીત અપાવી હતી. ભારતે ૧૮.૪ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને લક્ષ્યનો પીછો કર્યો, પાકિસ્તાનને ફરી એકવાર હરાવ્યું. આ હારથી પાકિસ્તાનના દ્યા પર મીઠું ભભરાયું.
ભારતનો સ્કોર ફક્ત ૧૦ ઓવરમાં ૧૦૦ રનને પાર કરી ગયો હતો, બંને ઓપનર ક્રીઝ પર હતા. અભિષેક પહેલાથી જ તેની અડધી સદી પૂર્ણ કરી ચૂક્યો હતો. ગિલ તેની અડધી સદી પૂર્ણ કરવાની નજીક હતો ત્યારે ફહીમ અશરફે તેને ૧૦મી ઓવરના પાંચમા બોલ પર આઉટ કર્યો. ગિલે ૨૮ બોલમાં ૪૭ રન બનાવ્યા હતા.
સૂર્યકુમાર મેચમાં ત્રણ બોલ પછી કોઈ રન બનાવ્યા વિના આઉટ થયો હતો. ૧૧મી ઓવરના ત્રીજા બોલ પર હરિસ રૌફે તેને અબરાર અહમદના હાથે કેચ કરાવ્યો.ભારતને ૨૦ બોલમાં ૨૪ રનની જરૂર હતી. તિલક વર્મા અને હાર્દિક પંડ્યાએ આ મહત્વપૂર્ણ રન બનાવ્યા અને ભારતનો વિજય સુનિヘતિ કર્યો. તિલક ૩૦ રનની અણનમ ઇનિંગ રમ્યો, જેમાં ૧૯ બોલનો સામનો કર્યો અને બે ચોગ્ગા અને બે છગ્ગા ફટકાર્યા. તિલકે ચોગ્ગો ફટકારીને ભારતને વિજય અપાવ્યો. પંડ્યા સાત બોલમાં એક ચોગ્ગાની મદદથી સાત રન બનાવીને અણનમ રહ્યો. (૩પ-૯)
(3:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
