<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

અમને કોઈ કારણ વગર ઉશ્‍કેરી રહ્યા હતા..પાકિસ્‍તાન સામે તોફાની ઈનિંગ બાદ બોલ્‍યો અભિષેક શર્મા

હું અને ગિલ સ્‍કૂલથી જ સાથે રમી રહ્યા છીએ, અમે બેટીંગની મજા માણી રહ્યા છીએ

 

નવી દિલ્‍હીઃ મેચ પછી પ્રેઝન્‍ટેશન સેરેમની દરમિયાન પ્‍લેયર ઓફ ધ મેચ અભિષેક શર્માએ કહ્યું હતું કે, આજે બધું ખૂબ સરળ હતું. તેઓ જે રીતે કોઈ કારણ વગર અમને ઉશ્‍કેરી રહ્યા હતા તે મને ગમ્‍યું નહીં. એટલા માટે મેં તેમની સામે આક્રમક બેટિંગ કરી હતી.

મારો ઉદ્દેશ્‍ય ટીમ માટે પ્રદર્શન કરવાનો હતો. અમે (ગિલ અને અભિષેક) સ્‍કૂલથી જ સાથે રમી રહ્યા છીએ અને એકબીજાની કંપનીનો આનંદ માણીએ છીએ. આજે અમે લ્લઢ નિヘયી હતા અને અમે તે કર્યું. ગિલ જે રીતે પ્રતિક્રિયા આપે છે તે મને ખરેખર ગમ્‍યું.

જ્‍યારે તમે કોઈને આ રીતે રમતા જુઓ છો ત્‍યારે તે મારો ઇરાદો હોય છે. હું ખૂબ જ સખત પ્રેક્‍ટિસ કરી રહ્યો છું અને જો મારો દિવસ હશે તો હું ચોક્કસપણે મારી ટીમને જીત અપાવીશ.

વાસ્‍તવમાં જ્‍યારે ભારતીય ટીમ પાકિસ્‍તાની બોલરોને ધોઈ રહી હતી ત્‍યારે પાકિસ્‍તાની ખેલાડીઓ ઉશ્‍કેરાઈ ગયા હતા. જ્‍યારે ઝડપી બોલર હરિસ રઉફ પાંચમી ઓવર કરવા આવ્‍યો ત્‍યારે અભિષેકે તેને ચોગ્‍ગો ફટકાર્યો, જેના કારણે તે ઉશ્‍કેરાઈ ગયો હતો. જેનો અભિષેકે વળતો જવાબ આપ્‍યો, જેના કારણે બંને વચ્‍ચે દલીલ થઈ હતી. અમ્‍પાયરે દરમિયાનગીરી કરવી પડી હતી.(૪૦.૨૨)

(2:59 PM IST)