તા. ૩ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૧ બુધવાર
News of Saturday, 20th September 2025
ભારત-પાકિસ્તાન મેચ માટે એન્ડી પાયક્રોફ્ટ જ રેફરી રહેશે, ICCએ પાકિસ્તાનના વાંધાને નકારી કાઢ્યો: દુબઈમાં રમાનારી તમામ મેચો માટે મેચ રેફરી તરીકે સેવા આપશે
ICCના CEO સંજોગ ગુપ્તાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મેચ અધિકારીઓની નિમણૂક કેન્દ્રિય રીતે કરવામાં આવે છે, તેમાં સભ્ય બોર્ડની કોઈ ભૂમિકા હોતી નથી: આ નિમણૂક ICCની નીતિ મુજબ

દુબઈ : એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચેની સુપર ફોર મેચ રવિવારે (21 સપ્ટેમ્બર) દુબઈમાં યોજાશે, અને આ મેચ માટે મેચ રેફરી તરીકે એન્ડી પાયક્રોફ્ટની જ નિમણૂક કરવામાં આવી છે. આ નિર્ણય પાકિસ્તાનના વિરોધ અને હાથ મિલાવવાના વિવાદ બાદ આવ્યો છે, જેમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB)એ પાયક્રોફ્ટ સામે ફરિયાદ નોંધાવી હતી.
ICCનો સ્પષ્ટ સંદેશ
અહેવાલ મુજબ, આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ આ નિમણૂકની જાણકારી PCBને આપી દીધી છે. ICCએ સ્પષ્ટ કર્યું છે કે તેમણે આ મામલે તપાસ કરી છે અને પાયક્રોફ્ટને નિર્દોષ જાહેર કર્યા બાદ તેમની પ્રામાણિકતા પર કોઈ સવાલ ઊભો થવો જોઈએ નહીં.
ICCના CEO સંજોગ ગુપ્તાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે મેચ અધિકારીઓની નિમણૂક કેન્દ્રિય રીતે કરવામાં આવે છે અને તેમાં સભ્ય બોર્ડની કોઈ ભૂમિકા હોતી નથી. આ નિમણૂક ICCની નીતિ મુજબ કરવામાં આવી છે, જેથી અધિકારીઓ દબાણમુક્ત રહીને નિર્ણય લઈ શકે.
એન્ડી પાયક્રોફ્ટ માત્ર આ મેચ માટે જ નહીં, પરંતુ દુબઈમાં રમાનારી તમામ મેચો માટે મેચ રેફરી તરીકે સેવા આપશે. તેમના આ રેકોર્ડ પર પણ સવાલ ઊભા થયા હતા, પરંતુ આંકડા દર્શાવે છે કે તેમણે ભારત ઉપરાંત પાકિસ્તાન અને ઇંગ્લેન્ડમાં પણ મોટી સંખ્યામાં મેચ રેફરી તરીકે ફરજ બજાવી છે.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
