<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

ભારત સામે પાકિસ્તાન હારશે તો ટુર્નામેન્ટમાંથી થઇ જશે બહાર : સમજો આંકડાકીય સમીકરણ

એશિયા કપ 2025માં ભારત સામે જો પાકિસ્તાનની ટીમને હારનો સામનો કરવો પડે તો તે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ શકે. સુપર-4 માટે તેનું સમીકરણ બગડી જશે.

પહેલગામ આતંકવાદી હુમલા પછી ભારતીય ક્રિકેટ ટીમ અને પાકિસ્તાનની ટીમ વચ્ચે પહેલીવાર મુકાબલો થવા જઇ રહ્યો છે. ભારતીય ટીમ આજે પાકિસ્તાન સામે ફરી મેદાનમાં ઉતરશે અને તેને હરાવવા માટે એડી ચોટીનું જોર લગાવશે. શું ભારત સામે હારતાની સાથે જ પાકિસ્તાન એશિયા કપમાંથી બહાર થઈ જશે?

   એશિયા કપ 2025નો છઠ્ઠો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાશે. જો પાકિસ્તાનની ટીમને આ મેચમાં હારનો સામનો કરવો પડે છે, તો તે ટૂર્નામેન્ટમાંથી પણ બહાર થઈ શકે છે. સુપર-4 માટે તેનું સમીકરણ બગડી જશે. 

એશિયા કપ 2025નો ઉત્સાહ બેવડાતો જાય છે, આજે ભારત અને પાકિસ્તાનની ટીમો દુબઈના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં ટકરાશે. સુપર-4ની દોડને ધ્યાનમાં રાખીને બંને ટીમો માટે આ મેચ ખૂબ જ મહત્વપૂર્ણ બનવાની છે, પાકિસ્તાન આ મેચ હારી જાય છે, તો ટૂર્નામેન્ટમાંથી બહાર થવાનું જોખમ પણ વધી જશે. ઓમાન સામેની પહેલી મેચમાં 93 રનની શાનદાર જીત બાદ પાકિસ્તાને પોઈન્ટ ટેબલમાં મજબૂત શરૂઆત કરી હતી. 

એશિયા કપ 2025 માં આઠ ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવી છે. ગ્રુપ A માં ભારત, પાકિસ્તાન, યુએઈ અને ઓમાનનો સમાવેશ થાય છે, જ્યાં દરેક ટીમ ત્રણ મેચ રમશે અને ફક્ત ટોચની બે ટીમો સુપર ફોરમાં પ્રવેશ કરશે.

ભારતીય ટીમ જબરદસ્ત ફોર્મમાં દેખાઈ રહી છે. જો પાકિસ્તાન આ મેચ હારી જાય છે, તો તેની પાસે ફક્ત બે પોઈન્ટ બાકી રહેશે. પછી 17 સપ્ટેમ્બરે યુએઈ સામે રમાનારી મેચ તેના માટે કરો યા મરો જેવી બની જશે.

આવી સ્થિતિમાં યુએઈ પાસે પાકિસ્તાનને હરાવીને સુપર-4 માં પહોંચવાની સારી તક હશે, કારણ કે તેના 4 પોઈન્ટ હશે અને પાકિસ્તાન જેવી મોટી ટીમ 2 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે.

 

(10:14 PM IST)