<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

કોઈપણ ભારતીય ક્રિકેટર પાકિસ્તાન સામે રમવા રાજી નથી : સુરેશ રૈનાનો મોટો ઘડાકો : કહ્યું-“આ એક પ્રકારની ‘મજબૂરી’

સુરેશ રૈનાએ કહ્યું -સરકાર અને BCCIએ ટૂર્નામેન્ટ માટે મંજૂરી આપી છે અને ખેલાડીઓએ પોતાનું કામ બજાવવું જ પડે છે.

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારા મુકાબલા વિશે આખા દેશમાં જુદી-જુદી પ્રતિક્રિયાઓ આવી રહી છે. અનેક લોકોનો મત છે કે ભારતના ખેલાડીઓએ પાકિસ્તાન સામે રમવું નહીં જોઈએ. ખાસ કરીને પહેલગામ આતંકી હુમલાના પીડિત પરિવારોએ વિરોધ વ્યક્ત કરતાં કહ્યું છે કે તેમના ઘા હજુ ભરાયા નથી, તેમના આંસૂ હજુ સૂકાયા નથી. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને, ચેમ્બિયન્સ ટ્રોફી જેવી લીજન્ડ ટુર્નામેન્ટમાં જેમ ભારતીય પૂર્વ ખેલાડીઓ સુરેશ રૈના, હરભજન સિંહ, શિખર ધવન, યુવરાજ સિંહ, ઈરફાન પઠાણ અને યુસુફ પઠાણ એ પાકિસ્તાન સામે રમવા માટે ઈનકાર કર્યું હતું, તેવી જ રીતે હવે ભારતીય ટીમ પણ એશિયા કપમાં ખેલવાને ઈનકાર કેમ નથી કરતી? એવો પ્રશ્ન પણ ઉઠી રહ્યો છે.

   આ મુદ્દે જ્યારે એક મીડિયા અજેંસી સાથે ખાસ વાતચીતમાં પૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાને પૂછવામાં આવ્યું તો તેમણે ખુલ્લેઆમ જણાવ્યું કે, “આ આખું મામલો સરકારની મંજૂરીથી થઈ રહ્યું છે. BCCIએ પણ સ્પષ્ટ કરી દીધું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે માત્ર મલ્ટીનેશન ટૂર્નામેન્ટ્સમાં જ મેચ થશે, બાયલેટરલ સિરીઝ નહીં થાય.” રૈનાએ વધુમાં કહ્યું કે, "જ્યાં સુધી WCLની વાત છે, એ એક ખાનગી ટૂર્નામેન્ટ હતી અને તેમાં રમતા ખેલાડીઓ BCCI હેઠળ ન હતા. એટલે જ અમારા જેવા તમામ દિગ્ગજ ખેલાડીઓએ પોતાનાં નિજિ સ્તરે નિર્ણય લીધો કે પાકિસ્તાન સામે નહીં રમીએ."  

એશિયા કપ ACC (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા આયોજિત ટૂર્નામેન્ટ છે અને તેમાં રમવાનું BCCIની મંજૂરી બાદ ફરજિયાત બની ગયું છે. રૈનાએ એમ પણ ઉમેર્યું કે, “મને ખાતરી છે કે જો વર્તમાન ટીમના કોઈપણ ખેલાડીથી પર્સનલ રીતે પૂછવામાં આવે તો એ પણ પાકિસ્તાન સામે રમવાનો ઈનકાર કરશે.”

સુરેશ રૈનાએ કહ્યું કે, “આ એક પ્રકારની ‘મજબૂરી’ છે. સરકાર અને BCCIએ ટૂર્નામેન્ટ માટે મંજૂરી આપી છે અને ખેલાડીઓએ પોતાનું કામ બજાવવું જ પડે છે.”

(7:15 PM IST)