તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 10th September 2025
રિંકુ સિંહ પર 5 વાર વાંદરાએ કર્યો હતો હિંસક હુમલો : ડાબા હાથનું માંસ પણ ખાઈ ગયો
રિંકુ સિંહના ડાબા હાથનું વજન જમણા હાથ કરતાં 1 કિલો ઓછું: તે જમણા હાથથી જેટલું વજન ઉપાડી શકે તેટલું ડાબા હાથથી ઉપાડી શકતો નથી

ભારત એશિયા કપ 2025 રમવા ઉતરશે. ત્યારે ચાહકોની પ્લેઈંગ 11 પર સૌની નજર રહેશે. આ ટુર્નામેન્ટમાં એકસ્ટ્રા બેટ્સમેન તરીકે સ્થાન મેળવનાર રિંકુ સિંહને પ્લેઈંગ 11 માં જગ્યા મળશે કે નહિ તે એક સવાલ છે. પરંતુ શું તમને ખબર છે કે રિંકુ સિંહના ડાબા હાથનું વજન જમણા હાથ કરતાં 1 કિલો ઓછું છે? જો ના. તો ચાલો જાણીએ કે આખરે આ વજન ઓછું કેમ થયું.
રાજ શમાનીના પોડકાસ્ટ પર રિંકુ સિંહે કહ્યું કે નાનપણમાં તેઓ એક વાર નહિ પરંતુ પાંચવાર વાંદરાના હુમલાનો શિકાર બન્યા હતા. એક વાર તો એવો હુમલો કર્યો કે ડાબા હાથનું માંસ પણ ખાઈ ગયો હતો. જેના કારણે તેના હાથના હાડકા પણ દેખાવા લાગ્યા હતા.
પોડકાસ્ટ પર રિંકુ સિંહે ખુલાસો કર્યો કે નાનપણમાં વરસાદ દરમિયાન તે તેના ભાઈ સાથે ખેતર તરફ જઈ રહ્યો હતો ત્યારે એક વાંદરાએ તેના ડાબા હાથ પર હુમલો કર્યો હતો. વાંદરાએ એટલી તાકાતથી તેનો હાથ પકડ્યો હતો કે ભાઈએ પથ્થર માર્યો તો પણ હાથ ન છોડ્યો. ગમે તેમ કરીને વાંદરા પાસેથી હાથ છોડાવ્યો ત્યારે હાથનું ઘણું માંસ નીકળી ગયું હતું અને હાડકાં પણ દેખાવા લાગ્યા હતા. લોહી પાણીની જેમ વહેલા લાગ્યું હતું ત્યારે એ વખતે તો એવું લાગ્યું કે હું બચી શકીશ નહિ.
સ્ટાર ફિનિશર રિંકુ સિંહે જણાવ્યું કે હાલમાં જ NCA માં તેનો Dexa સ્કેન થયો હતો. આ દરમિયાન ખબર પડી કે તેના બંને હાથના વજનમાં ફરક છે. ડાબો હાથ કે જ્યાં વાંદરાએ હુમલો કર્યો હતો એ હાથનું વજન આજે પણ 1 કિલો ઓછું છે. રિંકુ સિંહે કહ્યું કે બંને હાથના વજનમાં અંતર હોવાને કારણે ક્રિકેટ રમતી વખતે ફરક જરુર પડે છે. તે જમણા હાથથી જેટલું વજન ઉપાડી શકે તેટલું ડાબા હાથથી ઉપાડી શકતો નથી.
(7:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
