તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 5th September 2025
એશિયા કપ પહેલા સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાનો નવો લુક સામે આવ્યો : ફેન્સ પણ દંગ રહી ગયા
હાર્દિક પંડ્યાએ પોતાના નવા લુક સાથે અલગ-અલગ પોઝમાં ઘણા ફોટા પણ પોસ્ટ કર્યા

એશિયા કપ 2025 શરૂ થવાને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થશે. ભારતીય ટીમની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAE ટીમ સામે રમશે. હવે આ વચ્ચે સ્ટાર ખેલાડી હાર્દિક પંડ્યાનો નવો લુક સામે આવ્યો છે. તેના આ લુકને જોઈને પહેલી નજરમાં તેને ઓળખવો મુશ્કેલ થઈ જાય.
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર પોતાના નવા લુકનો ફોટો શેર કર્યો છે. જેમાં તેણે પોતાના વાળનો રંગ કરાવ્યો છે. હાર્દિક પંડ્યાએ પોતાના વાળમાં જે રંગ લગાવ્યો છે તે સેન્ડી બ્લોન્ડ કલર છે. તેમાં તે ખૂબ જ અલગ લાગી રહ્યો છે. પોતાના નવા લુક સાથે અલગ-અલગ પોઝમાં ઘણા ફોટા પણ પોસ્ટ કર્યા છે.
હાર્દિક પંડ્યા લાંબા સમય પછી મેદાનમાં પાછો ફરશે. હાર્દિકનું પ્રદર્શન ટીમ ઈન્ડિયા માટે ખાસ રહેવાનું છે. T20 આંતરરાષ્ટ્રીયમાં 100 છગ્ગા પૂરા કરવાથી માત્ર 5 છગ્ગા દૂર છે. જો તે 5 છગ્ગા મારશે તો તેના T20 આંતરરાષ્ટ્રીયમાં 100 છગ્ગા પૂર્ણ થઈ જશે. હાર્દિક પહેલા આ પરાક્રમ રોહિત શર્મા, વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવે કરી ચૂક્યા છે.
(8:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
