<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th September 2025

સુરેશ રૈના પછી ધવનનું નામ સટ્ટાબાજી એપ્‍લિકેશન 1xBet માં સામે આવ્‍યું

ગેરકાયદેસર સટ્ટાબાજી એપ કેસમાં પૂછપરછ માટે ઈડીએ સમન્‍સ પાઠવ્‍યા પ્રમોશનલ પ્રવૃત્તિઓમાં ક્રિકેટરને પોતાની ભૂમિકા સ્‍પષ્ટ કરવા માટે હાજર થવાનું કહેવામાં આવ્‍યું છે

મુંબઇઃ તા.૪, ભારતીય ક્રિકેટ ટીમનો વધુ એક ખેલાડી સટ્ટાબાજી એપ કેસ માં એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટ ના સકંજામાં છે અને તેને સમન્‍સ પાઠવ્‍યા છે. આ વખતે ઈડી (ED)ની રડારમાં ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપુર્વ ખેલાડી શિખર ધવનને સમન્‍સ પાઠવવામાં આવ્‍યા છે.

એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર શિખર ધવનને સમન્‍સ જારી કરીને આજે પૂછપરછ માટે નવી દિલ્‍હી સ્‍થિત ઇડીની ઓફિસમાં બોલાવ્‍યો છે. સુરેશ રૈના પછી, ધવનનું નામ સટ્ટાબાજી એપ્‍લિકેશન 1xBet માં સામે આવ્‍યું છે. આ સમાચાર લખાઈ રહ્યાં છે ત્‍યારે સમાચાર એજન્‍સી પીટીઆઈ અનુસાર, શિખર ધવન ચ્‍ઝ ઓફિસ પહોંચી ગયો છે.

૩૯ વર્ષીય ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવનનું નામ કેટલીક જાહેરાતો દ્વારા આ એપ સાથે જોડાયેલું હોવાનું કહેવાય છે. પૂછપરછ દરમિયાન, ED એ સમજવા માંગે છે કે આ એપ સાથે તેની ભૂમિકા કે સંબંધ શું રહ્યો છે. ED તપાસ કરી રહી છે કે શું શિખર ધવને આ સટ્ટાબાજી એપના પ્રમોશનમાં તેની છબીનો ઉપયોગ કર્યો હતો અને તેના બદલામાં કોઈ ચુકવણી લીધી હતી. આ પૂછપરછ પ્રિવેન્‍શન ઓફ મની લોન્‍ડરિંગ એક્‍ટ હેઠળ હાથ ધરવામાં આવી રહી છે અને ધવનનું નિવેદન પણ તે જ કાયદા હેઠળ નોંધવામાં આવશે. ચ્‍ઝ આ ગેરકાયદેસર નેટવર્કમાં તેની કોઈ નાણાકીય કે બિન-નાણાકીય ભાગીદારી શોધવાનો પ્રયાસ કરી રહી છે. આ તપાસ કથિત રીતે ગેરકાયદેસર સટ્ટાબાજી એપ 1xBet સાથે જોડાયેલી છે.

શિખર ધવન સામે અત્‍યાર સુધી કોઈ નક્કર આરોપની પુષ્ટિ થઈ નથી, પરંતુ એન્‍ફોર્સમેન્‍ટ ડિરેક્‍ટોરેટની પૂછપરછથી સ્‍પષ્ટ છે કે એજન્‍સી આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરવા માંગે છે. આવનારા સમયમાં આ કેસ સાથે જોડાયેલા વધુ મોટા નામો સામે આવે તેવી શક્‍યતા છે.

નોંધનીય છે કે, અગાઉ પણ ED  દ્યણા મોટા નામોને પૂછપરછ માટે બોલાવ્‍યા હતા. તાજેતરમાં જ આ કેસમાં દિલ્‍હીમાં ભૂતપૂર્વ ક્રિકેટર સુરેશ રૈનાની પણ પૂછપરછ કરવામાં આવી હતી. આ ઉપરાંત, કેટલીક અન્‍ય કંપનીઓ અને ડિજિટલ પ્‍લેટફોર્મ પણ તપાસના દાયરામાં આવ્‍યા છે.

ED હાલમાં ગેરકાયદેસર સટ્ટાબાજી એપ્‍લિકેશન્‍સ સંબંધિત દ્યણા કેસોની તપાસ કરી રહી છે. એજન્‍સીનું માનવું છે કે આવી સટ્ટાબાજી એપ્‍લિકેશન્‍સ માત્ર ગેરકાયદેસર જ નથી, પરંતુ તેમના દ્વારા મોટા પાયે મની લોન્‍ડરિંગ પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે. આ એપ્‍લિકેશન્‍સ પર લાખો લોકો અને રોકાણકારોને કરોડો રૂપિયાની છેતરપિંડી કરવાનો અથવા મોટી રકમનો કરચોરી કરવાનો આરોપ છે. ચ્‍ઝ એ આ મામલે કાર્યવાહી વધુ તીવ્ર બનાવી છે, ખાસ કરીને તે જાહેરાતો પર જેમાં ફિલ્‍મ સ્‍ટાર્સ અને ક્રિકેટર્સ સામેલ છે. આ એપિસોડમાં, ક્રિકેટર્સ અને ફિલ્‍મ હસ્‍તીઓની ભૂમિકા અંગે હવે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. (૩પ-ર૧)

(3:20 PM IST)