તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 26th August 2025
સૂર્યા હાથમાં જે વોચ પહેરે છે તેની કિંમત છે ૩૪ થી ૬૫ લાખ
આ વોચ કોઇ સામાન્ય વોચ નથી, તેની ડિઝાઇન રામજન્મભૂમિ પર આધારીત ટાઇટેનિયમ એડિશન છે

નવી દિલ્હીઃ ટી૨૦ ક્રિકેટમાં પોતાના ૩૬૦ ડિગ્રી શોટ્સ માટે પ્રખ્યાત સૂર્યકુમાર યાદવ આ દિવસોમાં એશિયા કપની પ્રેક્ટિસમાં લાગેલા છે. એશિયા કપ માટે ઇંડિયન ટીમની જાહેરાત થઈ ગઈ છે પરંતુ ટીમના લિસ્ટ કરતાં વધારે ચર્ચામાં તેમની ઘડિયાળ રહી. જ્યારે પ્રેસ કોન્ફરન્સમાં એશિયા કપ ૨૦૨૫ની ટીમની જાહેરાત થઈ ત્યારે બધાની નજર તેમના કાંડા પર બાંધેલી ઘડિયાળ પર અટકી ગઈ. તેના હાથમાં બાંધેલી ઘડિયાળના ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
સૂર્યકુમાર યાદવની આ વોચ એ કોઈ સામાન્ય વોચ નથી પંરતુ તેની ડિઝાઇન રામ જન્મભૂમિ પર આધારિત ટાઈટેનિયમ એડિશન છે. તેના ડાયલ પર ભગવાન શ્રીરામ ધનુષ સાથે નજર આવી રહ્યા છે અને તેમના ચરણોમાં હનુમાનજી બેઠા છે. સાથે જ આ વોચના ડાયલ પર 'જયશ્રી રામ' લખ્યું છે. વોચનો આખો બેલ્ટ સંપૂર્ણ ભગવા (કેસરી) રંગનો છે. જે તેની ખૂબસૂરતીને વધુ નિખારે છે.
આ વોચ અમેરિકાની ફેમસ કંપની જેકબ એન્ડ કંપનીએ ખાસ સૂર્યકુમાર યાદવ માટે ડિઝાઇન કરી છે. કંપનીએ આ વોચને લિમિટેડ એડિશનના રૂપમાં તૈયાર કરી છે અને આ વોચના માત્ર ૪૯ પીસ જ માર્કેટમાં વેચવા માટે બનાવ્યા છે. ભારતમાં આ વોચની કિંમત લગભગ ૩૪ થી ૬૫ લાખ વચ્ચે હોવાનું જણાવાઈ રહ્યું છે. એટલે કે આ એક વોચની કિંમતમાં આરામથી એક લકઝરી કાર આવી શકે એટલી કિંમત એક ઘડિયાળની છે.
(2:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
