<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 23rd August 2025

ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૭: આફ્રિકામાં ૨૪ વર્ષ પછી થશે ધમાકેદાર વાપસી, ૮ શહેરોમાં યોજાશે મેચ: શહેરોના નામો જાહેર

આઈસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૨૭નું આયોજન દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે કરશે. દક્ષિણ આફ્રિકાના આઠ શહેરોમાં ૪૪ મેચો રમાશે, જ્યારે ઝિમ્બાબ્વે અને નામિબિયામાં પણ કુલ ૧૦ મેચોનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્લ્ડ કપ ૨૪ વર્ષ બાદ આફ્રિકાની ધરતી પર ફરીથી યોજાઈ રહ્યો છે. 

દક્ષિણ આફ્રિકા ક્રિકેટ બોર્ડ (સીએસએ)ના અધ્યક્ષ રિહાન રિચર્ડસે આ જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, આ આયોજનથી નવા ક્રિકેટ ફેન્સને આકર્ષવાનો અને દુનિયાભરના લોકોને એકસાથે લાવવાનો ઉત્તમ મોકો મળશે. 

દક્ષિણ આફ્રિકાના 

જોહાનિસબર્ગ, 

પ્રિટોરિયા, 

કેપટાઉન, 

ડરબન, 

ગકેબરહા, 

બ્લોમફોન્ટેન, 

ઈસ્ટ લંડન અને 

પાર્લ 

જેવા શહેરોમાં મેચો રમાશે. 

આ મેગા ઈવેન્ટ માટે સીએસએ હા બેટાએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી છે.

(8:28 PM IST)