તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd August 2025
ટીમ ઈન્ડિયાનો સ્ટાર બેટર રિન્કુ સિંહ એશિયા કપ અગાઉ ફૂલ ફોર્મમાં
આઠ છગ્ગા સાથે સદી ફટકારીઃમેરઠ મેવરિક્સ તરફથી રમી રહેલા રિક્નુએ ગોરખપુર લાયન્સ વિરૃદ્ધ માત્ર ૪૮ બોલમાં ૧૦૮ રન ફટકાર્યા હતા

લખનૌ, તા.૨૨:એશિયા કપ ૨૦૨૫ માટે રિન્કુ સિંહની પસંદગી થતાં જ તે ફૂલ ફોર્મમાં બેટિંગ કરતો જોવા મળ્યો છે.
યુપી ટી૨૦ લીગમાં રિક્નુના બેટમાંથી રનનો વરસાદ થયો હતો. મેરઠ મેવરિક્સ તરફથી રમી રહેલા રિક્નુએ ગોરખપુર લાયન્સ વિરૃદ્ધ માત્ર ૪૮ બોલમાં ૧૦૮ રન ફટકાર્યા હતા. જેમાં ૭ ચોગ્ગા અને આઠ છગ્ગા સામેલ હતા.
આ મેચમાં મેરઠ મેવરિક્સની શરૃઆત નબળી રહી હતી. ૧૬૮ રનના ટાર્ગેટનો પીછો કરતાં ટીમનો સ્કોર ચાર વિકેટમાં માત્ર ૩૮ રન હતો. પરંતુ રિક્નુ પીચ પર આવતાં જ ટીમને છ વિકેટથી જીત અપાવી હતી. તેણે માત્ર ૪૮ બોલમાં આઠ છગ્ગા સાથે સદી ફટકારી હતી. રિક્નુનું આ ઉમદા પર્ફોર્મન્સ એશિયા કપ માટે તે ફૂલ ફોર્મમાં હોવાનો સંકેત આપે છે.
તાજેતરની મેચમાં રિક્નુએ કોઈ ખાસ પર્ફોર્મન્સ આપ્યું નથી. છેલ્લી ૧૧ ઈનિંગમાં તેણે માત્ર અર્ધસદી ફટકારી હતી. આઈપીએલમાં પણ કોઈ સારૃ પર્ફોર્મન્સ આપી શક્યો નથી. તેમ છતાં સિલેક્ટર્સે તેના પર વિશ્વાસ વ્યક્ત કરતા તેને એશિયા કપ ટીમમાં સામેલ કર્યો છે. આ યુપી ટી૨૦ ઈનિંગથી રિક્નુનો વિશ્વાસ પાછો ફર્યો છે.
રિક્નુ સિંહ માટે એશિયા કપ અત્યંત મહત્ત્વનો છે. છેલ્લા કેટલીક મેચમાં તે પોતાનો જાદુ ચલાવી શક્યો નથી. જેના લીધે વર્લ્ડ કપ ૨૦૨૪માં તે સ્થાન મેળવી શક્યો ન હતો. પરંતુ હવે ૨૦૨૬ના વર્લ્ડ કપમાં સ્થાન મેળવવા માટે એશિયા કપમાં એડીચોટીનું જોર લગાવવુ પડશે.
વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા જેવા દિગ્ગજો નિવૃત્ત થયા બાદ ટીમમાં નવા ચહેરાને તક મળશે. જેમાં રિક્નુ સિંહે પણ પોતાને સાબિત કરવા પડશે કે, તેના બેટમાં દમ છે.
(8:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
