<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st August 2025

રાજસ્થાનના ગિરીશ ગુપ્તાએ એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં ભારત માટે જીત્યો ગોલ્ડ મેડલ

નવી દિલ્હી: ભારતના યુવા શૂટરોએ ૧૬મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ ૨૦૨૫માં શાનદાર પ્રદર્શન કર્યું. રાજસ્થાનના ઉભરતા સ્ટાર ગિરીશ ગુપ્તાએ ૧૦ મીટર એર પિસ્તોલ યુવા ઇવેન્ટમાં ૨૪૧.૩ પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીતીને દેશ અને રાજ્યનું નામ રોશન કર્યું છે. ૧૭ વર્ષીય ગિરીશ ગુપ્તાએ તેની પહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જ આ સિદ્ધિ હાંસલ કરી, જે તેની સખત મહેનત અને કઠોર તાલીમનું પરિણામ છે.

 

(5:55 PM IST)