<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 6th August 2025

WTC પોઈન્‍ટ ટેબલમાં પણ ભારતે ઈંગ્‍લેન્‍ડને પછાડયું: હવે ત્રીજા સ્‍થાને પહોંચી ગયુ

ઓસ્‍ટ્રેલીયા પ્રથમ, શ્રીલંકા બીજા અને ઈંગ્‍લેન્‍ડની ટીમ ચોથા સ્‍થાને

નવી દિલ્‍હીઃ હવે ભારતીય ટીમ ડબલ્‍યુટીસી પોઈન્‍ટ ટેબલમાં ત્રીજા નંબર પર છે. જ્‍યારે ઈંગ્‍લેન્‍ડની ટીમને ફટકો પડ્‍યો છે. ઈંગ્‍લેન્‍ડની ટીમ માનચેસ્‍ટર ટેસ્‍ટ બાદ પોઈન્‍ટ ટેબલમાં ત્રીજા નંબર પર હતી, જે હવે ચોથા નંબર પર છે. ઓસ્‍ટ્રેલિયા નંબર ૧ પર છે. નંબર ૨ પર શ્રીલંકાની ટીમ છે.

ઓવલમાં મળેલી આ જીતની સાથે ભારતે ડબલ્‍યુટીસીના પોઈન્‍ટ્‍સમાં મોટી છલાંગ લગાવી. તેમણે ઇંગ્‍લેન્‍ડને પાછળ છોડતા ત્રીજું સ્‍થાન હાંસલ કરી લીધું છે. હવે ભારતથી આગળ માત્ર ઓસ્‍ટ્રેલિયા (પહેલા સ્‍થાને) અને શ્રીલંકા (બીજા સ્‍થાને) છે. શુભમન ગિલની કેપ્‍ટનશીપમાં ટીમના નામે અત્‍યાર સુધીમાં ૨ જીત, ૨ હાર અને ૧ ડ્રો છે, અને તેના પોઈન્‍ટ્‍સ પર્સન્‍ટેજ ૪૬.૬૭ છે.

ભારતનું ડબલ્‍યુટીસીમાં PCT=46.67% કેવી રીતે આવ્‍યા, આ સંપૂર્ણ હિસાબ સમજીએ. એક મેચ જીતવા પર ૧૨ પોઈન્‍ટ મળે છે. ડ્રો થવા પર ૪ પોઈન્‍ટ મળે છે. ડ્રો થવા પર ૬ પોઈન્‍ટ મળે છે. ત્‍યારે હાર પર શૂન્‍ય પોઈન્‍ટ મળે છે.

(3:06 PM IST)