તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 6th August 2025
ભેટમાં મળેલી દારૂની બોટલ સિરાજે ન લીધી

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડની પરંપરા મુજબ, જે ખેલાડી પ્લેયર ઓફ ધ મેચ બને છે તેને દારૂની બોટલ એવોર્ડમાં આપવામાં આવે છે. ઓવલ ટેસ્ટમાં પ્લેયર ઓફ ધ મેચ બન્યા પછી સિરાજે ભેટમાં મળેલી દારૂની બોટલ ન લીધી. તે શુભમન ગિલને શ્રેણીમાં બે વાર મળી હતી.
હવે પ્રશ્ન એ છે કે ઓવલ ટેસ્ટનો હીરો બન્યા પછી સિરાજે દારૂની બોટલ કેમ ન લીધી? તો આનું સીધું કારણ સિરાજની ધાર્મિક માન્યતાઓ સાથે જોડાયેલું છે. મોહમ્મદ સિરાજ મુસ્લિમ છે, અને ઈસ્લામમાં દારૂને હરામ અથવા અશુદ્ધ માનવામાં આવે છે. અને આ જ તેના દારૂની બોટલ ન સ્વીકારવા પાછળનું વાસ્તવિક કારણ છે.
સિરાજે જે વાઈનની બોટલ લીધી ન હતી અને શુભમન ગિલને ટેસ્ટ શ્રેણીને જે બોટલ સિરીઝમાં બે વાર મળી હતી તે દ્રાક્ષ અને સફરજનમાંથી બને છે. ચેપલ ડાઉન નામની તે વાઈન ફક્ત ખાસ પ્રસંગો અથવા ઉજવણીઓ પર જ ભેટમાં આપવામાં આવે છે.
(3:49 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
