તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 29th July 2025
છેલ્લી ટેસ્ટમાં કરો યા મરોઃ ટીમ ઈંડિયામાંથી પંત-બુમરાહ બહાર થશે? નવી સેના સાથે ઉતરશે શુભમન ગિલ
ગુરૂવારથી શરૂ થનાર ટેસ્ટમાં ઋષભ પંતની જગ્યાએ ધ્રુવ ઝુરેલ રમશેઃ જસપ્રીત બુમરાહને આરામ

નવી દિલ્હીઃ ભારત અને ઇંગ્લેન્ડની વચ્ચે એન્ડરસન-તેંડુલકર ટ્રોફીની પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ ૩૧ જુલાઈથી ૪ ઓગસ્ટ સુધી ઓવલમાં રમાશે. ગુરુવારથી શરુ થનારી આ મેચ માટે ભારતીય ટીમ મેનેજમેન્ટ પ્લેઇંગ ઇલેવનમાં કમસે કમ ૪ ફેરફાર કરી શકે છે. માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટના પહેલા દિવસે ઋષભ પંતને પગમાં ઈજા થઈ હતી. જેના કારણે તે લંડનમાં યોજાનારી મેચમાં રમી શકશે નહીં.
તેની જગ્યાએ ધ્રુવ ઝુરેલને વિકેટકીપર-બેટ્સમેન તરીકે રમવાનો મોકો મળશે. વિશ્વના નંબર ૧ ટેસ્ટ બોલર જસપ્રીત બુમરાહને ઇંગ્લેન્ડમાં ત્રણ ટેસ્ટ રમવાની હતી અને તેણે ત્રણ મેચ રમી લીધી છે, જેનો અર્થ એ છે કે તે પણ ઓવલમાં થનારી મેચમાં પોતાના વર્કલોડ મેનેજમેન્ટ અંતર્ગત છોડી દેશે. જો કે ગૌતમ ગંભીરે કહ્યું કે, તેના પર હાલમાં અપડેટ આપી શકાય નહીં.
બર્મિઘમમાં એજબેસ્ટનમાં થયેલી બીજી ટેસ્ટમાં બુમરાહની જગ્યાએ ભારતીય પ્લેઇંગ ઇલેવનમાં આકાશ દીપને સામેલ કર્યો હતો અને સંભાવના છે કે તે ફરીથી છેલ્લી ટેસ્ટમાં તેની જગ્યા લેશે. માન્ચેસ્ટરમાં ચોથી ટેસ્ટમાં ઈજાના કારણે આકાશ દીપ રમી શક્યો નહોતો. શાર્દુલ ઠાકુર અને અંશુલ કંબોજ બંને બોલથી કોઈ પ્રભાવ પાડી શક્યા નહોતા. તેમના ખરાબ પ્રદર્શનના કારણે ભારતીય ટીમ મેનેજમેન્ટ કુલદીપ યાદવને નવ મહિના બાદ પ્લેઇંગ ઇલેવનમાં પાછો લાવી શકે છે અને અર્શદીપને પહેલી વાર ટેસ્ટ કેપ આપી શકે છે.
ઓવલમાં થનારી પાંચમી ટેસ્ટ માટે ભારતની સંભવિત પ્લેઇંગ ઇલેવનઃ યશસ્વી જાયસવાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ (કપ્તાન), રવિન્દ્ર જાડેજા, વોશિગટન સુંદર, ધ્રુવ ઝુરેલ (વિકેટકીપર), કુલદીપ યાદવ, અર્શદીપ સિહ, આકાશ દીપ, મોહમ્મદ સિરાજ.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
