તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 28th July 2025
ભારતનો સ્ટાર ખેલાડી અચાનક ઈંગ્લેન્ડ છોડીને ભારત પરત ફર્યો :કરાર સમાપ્ત કર્યો
અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 11 ODI અને 18 T20 મેચ રમી: તેણે ODIમાં 15 અને T20માં 16 વિકેટ લીધી છે

ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઈંગ્લેન્ડના પ્રવાસે છે, જ્યાં ટીમ 5 મેચની ટેસ્ટ શ્રેણી રમી રહી છે. આ શ્રેણીની 4 મેચ રમાઈ ચૂકી છે અને છેલ્લી મેચ 31 જુલાઈથી રમાશે. બીજી તરફ, ભારતના ઘણા સ્ટાર ખેલાડીઓ કાઉન્ટી ક્રિકેટ રમી રહ્યા છે. આ બધા વચ્ચે, એક સ્ટાર ખેલાડી અચાનક ઈંગ્લેન્ડ છોડીને ભારત પરત ફર્યો છે. આ ખેલાડીએ વ્યક્તિગત કારણોસર ટીમ છોડી દીધી છે અને આગળની મેચોમાં ભાગ લઈ શકશે નહીં.
ભારતીય બોલર ખલીલ અહેમદે એસેક્સ સાથેનો કરાર સમાપ્ત કર્યો છે. તેણે કાઉન્ટી ચેમ્પિયનશિપમાં એસેક્સ માટે બે ફર્સ્ટ ક્લાસ મેચ રમી હતી. એસેક્સે એક પ્રેસ રિલીઝ જારી કરીને જણાવ્યું હતું કે ખલીલ ક્લબ સાથેની તેની બાકીની મેચો પહેલા ભારત પરત ફરી રહ્યો છે. જોકે અમે તેને જતા જોઈને દુઃખી છીએ, અમે ખલીલના નિર્ણયને સંપૂર્ણ સમર્થન આપીએ છીએ અને અમારી સાથેના તેના સમય દરમિયાન તેના યોગદાન બદલ તેના આભારી છીએ.
ખલીલ અહેમદે શરૂઆતમાં ક્લબ સાથે બે મહિનાના કાર્યકાળ માટે કરાર કર્યો હતો. જે હેઠળ તેને છ ફર્સ્ટ ક્લાસ મેચ રમવાની હતી , તેમજ વન -ડે કપની દસ સંભવિત લિસ્ટ A મેચ રમવાની હતી. પરંતુ તેણે એસેક્સ માટે ફક્ત 2 મેચ રમી હતી. આ દરમિયાન તેણે કુલ 4 વિકેટ લીધી હતી. આ પહેલા, તેણે ઈન્ડિયા A વતી ઈંગ્લેન્ડ લાયન્સ સામે પણ એક મેચ રમી હતી, જ્યાં ખલીલે પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ લીધી હતી. આ પછી જ તે એસેક્સ ટીમમાં જોડાયો હતો.
ખલીલ અહેમદે અત્યાર સુધીમાં ટીમ ઈન્ડિયા માટે 11 ODI અને 18 T20 મેચ રમી છે . આ દરમિયાન તેણે ODIમાં 15 અને T20માં 16 વિકેટ લીધી છે. 2018માં આંતરરાષ્ટ્રીય કારકિર્દી શરૂ કરનાર ખલીલ અહેમદે ભારત માટે છેલ્લી વનડે 2019માં રમી હતી. તેણે ગયા વર્ષે T20 ટીમમાં વાપસી કરી હતી.
(10:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
