<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 28th July 2025

સ્‍ટોકસે જાડેજા અને સુંદર સાથે હાથ ન મિલાવ્‍યા

‘હેન્‍ડશેક કોન્‍ટ્રોવર્સી' ચર્ચાનો વિષય બન્‍યો

નવી દિલ્‍હીઃ ક્રિકેટ જગતમાં બેન સ્‍ટોક્‍સનો 'હેન્‍ડશેક કોન્‍ટ્રોવર્સી' હાલ ચર્ચાનો વિષય બન્‍યો છે. માન્‍ચેસ્‍ટરમાં ભારત અને ઈંગ્‍લેન્‍ડ વચ્‍ચેની ટેસ્‍ટ મેચના ચોથી ટેસ્‍ટના છેલ્‍લા દિવસે ગેમ પૂરી થવાના એક કલાક પહેલાં, સ્‍ટોક્‍સે ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવીને મેચ ડ્રો કરવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, રવીન્‍દ્ર જાડેજા અને વોશિગ્‍ટન સુંદરે આ પ્રસ્‍તાવ નકારી દીધો હતો, કારણ કે બંને ખેલાડીઓ સેન્‍ચુરી ફટકારવાની નજીક હતા. જ્‍યારે જાડેજા અને સુંદર બંનેએ પોતપોતાની સેન્‍ચુરી પૂરી કરી, ત્‍યારે ભારતે મેચ ડ્રો કરવા માટે સંમતિ આપી અને બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્‍યા.

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં ઈંગ્‍લેન્‍ડનો કેપ્‍ટન બેન સ્‍ટોક્‍સ ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવે છે, પરંતુ રવીન્‍દ્ર જાડેજા અને વોશિગ્‍ટન સુંદર પાસે આવતા જ હાથ મિલાવવાનું ટાળે છે. સ્‍ટોક્‍સને આમ કરતા જોઈને રવીન્‍દ્ર જાડેજા તેમની સાથે હાથ મિલાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ સ્‍ટોક્‍સ કંઈક કહીને આગળ વધી જાય છે અને હાથ મિલાવતો નથી.

(12:19 PM IST)