તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 22nd July 2025
બેદરકારી કે કોઈ ભૂલ? BCCIએ કહી દીધું કે નીતિશકુમાર રેડ્ડી હવે આગળની બે ટેસ્ટમાં ટીમ સાથે નહીં
જીમમાં હતો ત્યારે ઈજાગ્રસ્ત થયો હતો, અર્શદીપ બોલીંગ કરતી વખતે થયો ઈન્જર્ડ

નવી દિલ્હીઃ ભારતીય ટીમમાં ખેલાડીઓની ઈજાઓની એક પછી એક ખબર અને અંશુલ કંબોજની એન્ટ્રી વગેરે મુદ્દા વધારે ચર્ચામાં આવી ગયા છે. બીસીસીઆઈએ સત્તાવાર રીતે સ્પષ્ટતા કરી દીધી છે કે ઈજાના કારણે નીતિશ કુમાર રેડ્ડી સીરિઝમાંથી જ બહાર થઈ ગયો છે, જ્યારે અર્શદીપ ચોથી ટેસ્ટ દરમિયાન ટીમની સાથે નહીં હોય. જોકે, અહીં સવાલ એવો પણ થઈ રહ્યો છે કે જિમમાં નીતિશ રેડ્ડી સાથે શું થયું હતું? શું તેની ઈજાનું કારણ કોઈ બેદરકારી છે કે પછી અન્ય કોઈ? જોકે, આ અંગે આગામી સમયમાં કેપ્ટન કે કોચ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી શકે છે.
બીસીસીઆઈએ કારણ જણાવ્યું: બીજી અને ત્રીજી ટેસ્ટ રમનાર રેડ્ડી રવિવારે જીમમાં હતો ત્યારે ઈજાગ્રસ્ત થયો હતો અને હવે તેણે ઘરે પરત ફરવું પડશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ એક પ્રેસ રિલીઝમાં જણાવ્યું છે કે, 'ડાબા ઘૂંટણની ઈજાને કારણે નીતિશ કુમાર રેડ્ડી બાકીની બે ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. નીતિશ ઘરે પરત ફરશે અને ટીમ તેમના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવે છે.'
ગયા અઠવાડિયે બેકનહામમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન નેટ્સમાં બોલિગ કરતી વખતે અર્શદીપ સિહને ડાબા અંગૂઠામાં ઈજા થઈ હતી. તે અત્યાર સુધી સીરિઝમાં એકપણ મેચ રમ્યો નથી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, બીસીસીઆઈ મેડિકલ ટીમ તેના સુધાર પર નજર રાખી રહી છે.'
અંશુલ કંબોજ તેના ડેબ્યૂની નજીક હોવાનું મનાઈ રહ્યું છે, હરિયાણાના ફાસ્ટ બોલર અંશુલ કંબોજને કવર તરીકે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે અને તે માન્ચેસ્ટરમાં ટીમમાં જોડાયો છે.
(10:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
