તા. ૭ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૧૧ સોમવાર
News of Sunday, 20th July 2025
2031 સુધી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ ઈંગ્લેન્ડમાં જ રમાશે, ICCની મોટી જાહેરાત
આગામી ત્રણ એડિશન જેમ કે 2027, 2029 અને 2031 સુધી ચાલુ રહેશે: સિંગાપુરમાં થયેલી બેઠકમાં લેવાયો નિર્ણય

મુંબઈ : ક્રિકેટ રસિકો માટે મહત્વના સમાચાર આવ્યા છે ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા એક પ્રેસ નિવેદન જાહેર કરીને ખુલાસો કર્યો હતો કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ હવે 2031 સુધી ઈંગ્લેન્ડમાં જ રમાડાશે. આ ઈવેન્ટનું આયોજન ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ દ્વારા શરૂઆતથી જ કરાય છે અને હવે તે આગામી ત્રણ એડિશન જેમ કે 2027, 2029 અને 2031 સુધી ચાલુ રહેશે.સિંગાપોરમાં થયેલી આઈસીસીની બેઠક બાદ એક પ્રેસ નિવેદનમાં આ જાણકારી આપવામાં આવી છે.
(10:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
