<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 19th July 2025

ઋતુરાજ ગાયકવાડે યોર્કશાયર સાથેના ચેમ્પિયનશિપ કરારમાંથી નામ પાછું લીધું

નવી દિલ્હી:. ભારતીય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડ અંગત કારણોસર આ સિઝનમાં યોર્કશાયર માટે કાઉન્ટી ચેમ્પિયનશિપ રમશે નહીં. ગાયકવાડે યોર્કશાયર સાથે પાંચ મેચ માટે કરાર કર્યો હતો.કાઉન્ટી ચેમ્પિયનશિપ 22 જુલાઈથી શરૂ થઈ રહી છે. યોર્કશાયર ટીમ તેનો પહેલો મેચ સરે સામે રમશે.યોર્કશાયરના મુખ્ય કોચ એન્થોની મેકગ્રાથે જણાવ્યું હતું કે કાઉન્ટી ટીમ ઋતુરાજ ગાયકવાડના વિકલ્પ પર વિચાર કરી રહી છે.એન્થોની મેકગ્રાએ કહ્યું, “દુર્ભાગ્યવશ ગાયકવાડ અંગત કારણોસર હાલમાં ટીમમાં જોડાઈ રહ્યા નથી. તે સ્કારબોરોમાં કે બાકીની સિઝનમાં ટીમ માટે રમી શકશે નહીં. તે નિરાશાજનક છે. હું તમને આના કારણો વિશે કંઈ કહી શકતો નથી, પરંતુ અમને આશા છે કે બધું સારું થશે.”

(5:58 PM IST)