<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 18th July 2025

વિકેટકીપર ઋષભ પંતને આંગળીમાં ઇજા : માન્ચેસ્ટર ટેસ્ટ રમશે નહીં ? સહાયક કોચે આપી મોટી અપડેટ

માન્ચેસ્ટર ટેસ્ટ ભારત માટે જીતવી ખૂબ જરુરી. આ મેચ જીતીને ભારત ફરી સિરીઝમાં બરાબરી કરી શકે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 23 જુલાઈએ ચોથી ટેસ્ટ રમાશે. બે ટેસ્ટ હાર્યા બાદ આ ભારત માટે મહત્વની મેચ છે. જો કે ભારતીય ટીમના ઉપકેપ્ટન અને વિકેટકીપર રિષભ પંત આ સમયે આંગળીની ઈજાનો સામનો કરી રહ્યા છે. તેઓ ચોથી ટેસ્ટ મેચ રમશે કે નહિ તેને લઈને હજુ કોઈ અપડેટ આવ્યું નથી. ટીમના સહાયક કોચ રાયન ટેન ડોશેટે રિષભ પંતની ઈજાને લઈને લેટેસ્ટ માહિતી આપી છે.

 

ટીમના સહાયક કોચ રાયન ટેન ડોશેટે કહ્યું કે રિષભ પંત માન્ચેસ્ટરમાં રમાનારી ચોથી ટેસ્ટમાં બેટિંગ કરી શકે છે પરંતુ તેના માટે વિકેટકીપિંગ કરવું મુશ્કેલ છે. પંતે બેટિંગ કરી હતી, પરંતુ ટીમ મેનેજમેન્ટ તેની આંગળીની ઇજાને લઈને સતર્ક છે. ભારતીય ટીમ લોર્ડ્સ ટેસ્ટ જેવી પરિસ્થિતિનો સામનો કરવા માંગતી નથી, જ્યાં તેમને ઇનિંગ્સની વચ્ચે વિકેટકીપર બદલવા પડે.

 

ટેન ડોશેટે કહ્યું કે અમારે ખાતરી કરવી પડશે કે પંત વિકેટકીપિંગ કરે. તે જલ્દીથી સ્વસ્થ થવા માટે પ્રયાસ કરી રહ્યો છે.  હવે તેની ઈજામાં પણ સુધારો થઈ રહ્યો છે. આશા છે કે તે માન્ચેસ્ટર ટેસ્ટ સુધીમાં ફિટ થઈ જશે. જો તે ફિટ થશે તો તે ચોક્કસપણે આગામી ટેસ્ટ રમશે. ઉલ્લેખનીય છે કે માન્ચેસ્ટર ટેસ્ટ ભારત માટે જીતવી ખૂબ જરુરી છે. આ મેચ જીતીને ભારત ફરી સિરીઝમાં બરાબરી કરી શકે છે.

(11:41 AM IST)