તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th July 2025
ઇંગ્લેન્ડને મોટો ફટકો :લોર્ડ્સ ટેસ્ટનો હીરો શોએબ બશીરને આંગળીમાં ફ્રેક્ચર : બાકીની મેચોમાંથી બહાર
ભારતની છેલ્લી વિકેટ લઈને જીત અપાવનાર સ્પિનર શોએબ બશીર આ સિરીઝની બાકીની મેચ હવે નહિ રમે

લોર્ડ્સ ટેસ્ટના છેલ્લા દિવસની રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડ 22 રને ભારતને હરાવી જીત હાંસલ કરી હતી. આ જીતની સાથે ઈંગ્લેન્ડ 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 2-1 થી લીડ પર આવી ગયું છે. જો કે આ જીત સાથે જ ઇંગ્લેન્ડ માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ભારતની છેલ્લી વિકેટ લઈને જીત અપાવનાર સ્પિનર શોએબ બશીર આ સિરીઝની બાકીની મેચ હવે નહિ રમે, જાણો કારણ
લોર્ડ્સ ટેસ્ટનો હીરો સ્પિનર શોએબ બશીર બાકીની મેચોમાંથી બહાર થઈ ગયો છે. જેનું કારણ છે તેને આંગળીમાં થયેલી ઈજા. ત્રીજી ટેસ્ટ દરમિયાન બશીરને આંગળીમાં ફ્રેક્ચર થયું હતું, જેના કારણે હવે તે બાકી રહેલી મેચોમાં ભાગ લઈ શકશે નહીં. 21 વર્ષીય બશીરને આ અઠવાડિયે જ સર્જરી કરાવવી પડશે. ઈંગ્લેન્ડ આગામી થોડા દિવસોમાં ચોથી ટેસ્ટ માટે પોતાની ટીમની જાહેરાત કરશે.
લોર્ડ્સ ટેસ્ટના ત્રીજા દિવસે બશીરને ડાબા હાથની નાની આંગળીમાં ઈજા થઈ હતી. રવિન્દ્ર જાડેજાએ તેના બોલ પર એક શોટ માર્યો, જે બોલરની દિશામાં ગયો. શોટ રોકવાનો પ્રયાસ કરતી વખતે બશીરને આંગળીમાં થઈ હતી. જેના કારણે છેલ્લા દિવસે બશીરે ભારતની બીજી ઇનિંગમાં ફક્ત 5.5 ઓવર ફેંકી હતી, પરંતુ તે છેલ્લી વિકેટ લઈને વિજયનો હીરો બન્યો હતો.
(12:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
