તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 13th July 2025
ટેસ્ટ મેચમાં લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર જાણો સૌથી મોટો રન ચેઝ કયો છે ?: આ રેકોર્ડ 41 વર્ષથી હજુ અતૂટ
લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ ફોર્મેટમાં સૌથી મોટો રન ચેઝ વેસ્ટ ઈન્ડિઝનો છે. સૌથી વધુ રનનો પીછો કરવાના મામલે ઈંગ્લેન્ડ ચોથા ક્રમે

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 5 મેચની ટેસ્ટ શ્રેણી રમાઈ રહી છે. શ્રેણીની ત્રીજી મેચ 10 જુલાઈથી લંડનના લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. પ્રથમ ઇનિંગમાં ઇંગ્લેન્ડે 10 વિકેટ ગુમાવીને 387 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ભારતીય ટીમે 10 વિકેટ ગુમાવીને 387 રન બનાવ્યા હતા અને સ્કોર બરાબર થઈ ગયો હતો. હવે ઇંગ્લેન્ડ તેની બીજી ઇનિંગમાં ભારતને મોટો લક્ષ્ય આપવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ યજમાન ટીમ 192 રનમાં જ સમેટાઈ ગઈ. જોકે, શું તમે જાણો છો કે ટેસ્ટ ફોર્મેટમાં લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર કઈ ટીમનો સૌથી મોટો રન ચેઝ છે?
લોર્ડ્સના મેદાન પર ટેસ્ટ ફોર્મેટમાં સૌથી મોટો રન ચેઝ વેસ્ટ ઈન્ડિઝનો છે. વેસ્ટ ઈન્ડિઝે 28 જૂન 1984ના રોજ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે 344 રનનો સૌથી મોટો રન ચેઝ કર્યો હતો. આ રેકોર્ડ હજુ પણ અતૂટ છે. આ મેદાન પર કોઈ ટીમ આટલો મોટો રન ચેઝ કરી શકી નથી. તે જ સમયે, ઈંગ્લેન્ડની ટીમ બીજા નંબરે છે, જેણે 20 મે 2004ના રોજ ન્યૂઝીલેન્ડ સામે 282 રનનો પીછો કર્યો હતો. ત્રીજા નંબરે દક્ષિણ આફ્રિકા છે, જેણે તાજેતરમાં વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઇનલ 2025માં ઓસ્ટ્રેલિયા સામે 285 રનનો લક્ષ્યાંક હાંસલ કરીને ટાઇટલ જીત્યું હતું.
સૌથી વધુ રનનો પીછો કરવાના મામલે ઈંગ્લેન્ડ ચોથા ક્રમે છે. 2 જૂન 2022ના રોજ, ઈંગ્લેન્ડની ટીમે ન્યુઝીલેન્ડ સામે 279 રનનો લક્ષ્યાંક હાંસલ કર્યો હતો. પાંચમા ક્રમે પણ ઈંગ્લેન્ડ છે. 17 જૂન 1965ના રોજ ન્યુઝીલેન્ડ સામે 218 રનનો પીછો કરીને યજમાન ટીમે મેચ જીતી હતી.
લોર્ડ્સમાં સૌથી વધુ રનનો પીછો કરનારી ટીમો આ મુજબ છે
- વેસ્ટ ઈન્ડિઝ - 344 રન - ઈંગ્લેન્ડ સામે- 28 જૂન 1984
- ઈંગ્લેન્ડ - 282 રન - ન્યુઝીલેન્ડ સામે - 20 મે 2004
- દક્ષિણ આફ્રિકા - 282 - ઓસ્ટ્રેલિયા સામે - 11 જૂન 2025
- ઈંગ્લેન્ડ - 279 રન - ન્યુઝીલેન્ડ સામે - 2 જૂન 2022
- ઈંગ્લેન્ડ - 218 રન - ન્યુઝીલેન્ડ સામે - 17 જૂન 1965
- ઈંગ્લેન્ડ - 193 રન - વેસ્ટ ઈન્ડિઝ સામે - 17 મે 2012
- ઈંગ્લેન્ડ - 191 - વેસ્ટ ઈન્ડિઝ સામે - 29 જૂન 2000
- ઈંગ્લેન્ડ - 163 રન - બાંગ્લાદેશ સામે - 27 મે 2010
- પાકિસ્તાન - 141 રન - ઈંગ્લેન્ડ સામે - 18 જૂન 1992
- ઈંગ્લેન્ડ - 137 રન - ઓસ્ટ્રેલિયા સામે - 21 જુલાઈ 1980
- ભારત - 136 રન - ઈંગ્લેન્ સામે - ડ 5 જૂન 1986
(11:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
