તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 10th July 2025
ઈટાલી પહેલી વાર વર્લ્ડકપ-2026માં રમવાની નજીક પહોંચ્યું :સ્કોટલેન્ડને હરાવતા હવે માત્ર એક ડગલું દૂર
જો ઈટાલી નેધરલેન્ડને હરાવી દેશે તો વર્લ્ડ કપની ટિકિટ મળી જશે. જો હારશે તો મામલો નેટ રન રેટ પર જશે

ભારત અને શ્રીલંકામાં યોજાનાર ટી20 વર્લ્ડ કપમાં કુલ 20 ટીમો ભાગ લેશે. 13 ટીમોએ અત્યાર સુધી આ ટુર્નામેન્ટમાં પહોંચી ગઈ છે હવે 7 જગ્યા બાકી છે. મહત્વની વાત એ છે કે આ વર્ષે પહેલીવાર ઈટાલી આ ટુર્નામેન્ટ રમવાની નજીક પહોંચી ગઈ છે. સ્કોટલેન્ડને હરાવતાની સાથે જ ઈટાલી ટી20 વર્લ્ડ કપ એક ડગલું દૂર છે.
પૂર્વ ઓસ્ટ્રેલાઈ બેટ્સેન જો બર્ન્સની કેપ્ટનીમાં સ્કોટલેન્ડને હરાવીને ઈટાલી પહેલીવાર કોઈ આઈસીસી ટુર્નામેન્ટમાં તેની જગ્યા બનાવવાની રેસમાં પહોંચ્યું છે. ગ્વેર્નસે બહાર થતાની સાથે નેધરલેન્ડ, ઈટાલી, સ્કોટલેન્ટ અને જર્સી વચ્ચે ટક્કર છે. ઈટાલી હાલ પોઈન્ટ ટેબલમાં 5 પોઈન્ટ સાથે પહેલા સ્થાન પર છે અને નેધરલેન્ડ 4 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર છે. જ્યારે જર્સી અને સ્કોટલેન્ડના ખાતામાં 3 પોઈન્ટ છે.
શુક્રવારે સિંગલ રાઉન્ડ રોબિન તબક્કાના અંત સુધીમાં બે ટીમો વર્લ્ડ કપ માટે ક્વોલીફાય કરશે. અંતિમ દિવસે ઈટાલીનો સામનો નેધરલેન્ડ અને જર્સીનો સામનો સ્કોટલેન્ડ સાથે. જો ઈટાલી નેધરલેન્ડને હરાવી દેશે તો વર્લ્ડ કપની ટિકિટ મળી જશે. જો હારશે તો મામલો નેટ રન રેટ પર જશે અને ઈટાલી, જર્સી અને સ્કોરલેન્ડમાંથી જેનો સારો હશે તે વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરી લેશે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
