News of Wednesday, 9th July 2025
NC ક્લાસિકે દેશને પાછું આપવાનું મારું સ્વપ્ન કર્યું પૂર્ણ : નીરજ ચોપરા
સ્પર્ધામાં 86.18 મીટરનો શ્રેષ્ઠ થ્રો નીરજએ ફેંક્યો

નવી દિલ્હી: ભારતીય એથ્લેટિક્સના ગોલ્ડન બોય નીરજ ચોપરાએ કહ્યું છે કે તેમને દેશમાં વ્યાપક સમર્થન અને પ્રેમ મળ્યો છે. તેમણે હંમેશા તે પાછું આપવાનું સ્વપ્ન જોયું હતું. 'NC ક્લાસિક' દ્વારા, દેશને પાછું આપવાનું તેમનું સ્વપ્ન સાકાર થયું. 27 વર્ષીય નીરજ ચોપરાએ બેંગલુરુના શ્રી કાંતીરવા સ્ટેડિયમ ખાતે આયોજિત NC ક્લાસિકની પ્રથમ આવૃત્તિ જીતી. નીરજએ સ્પર્ધામાં 86.18 મીટરનો શ્રેષ્ઠ થ્રો ફેંક્યો.નીરજએ કહ્યું, "મારે ઘણા લોકોનો આભાર માનવો પડશે. મિત્રો અને પરિવારથી લઈને અધિકારીઓ અને સંગઠનો સુધી. પરંતુ હાલ પૂરતું, હું તેને સરળ રાખીશ. મારા દેશને પાછું આપવાનું મારું એક નાનું સ્વપ્ન હતું, જે 'નીરજ ચોપરા ક્લાસિક' સાથે સાકાર થયું."તેમણે કહ્યું કે આ સ્પર્ધા જીતવી ખાસ હતી, પરંતુ તેનાથી પણ વધુ ખાસ તેનું આયોજન કરવાની પ્રક્રિયા હતી.બે વખતના ઓલિમ્પિક મેડલ વિજેતાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું."આ શક્ય બનાવવામાં ભાગ ભજવનાર દરેકનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. દૂર દૂરથી આવેલા ખેલાડીઓનો, અમે આગલી વખતે વધુ સારું પ્રદર્શન કરવાનો પ્રયાસ કરીશું. કાંતીરવામાં આવેલા દરેકનો, મારી પ્રિય રમત રમવાનો અનુભવ ખરેખર શ્રેષ્ઠ વાતાવરણમાંનો એક હતો,"
(5:46 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
