તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 9th July 2025
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડમાં 10 જુલાઈથી રમાશે : ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમે તેમની પ્લેઈંગ 11ની જાહેરાત
લોર્ડ્સ ખાતે રમાનારા આ મહત્વપૂર્ણ મુકાબલામાં ઇંગ્લેન્ડની ટીમમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની વાપસી થઈ જે ભારતીય બેટ્સમેનો માટે પડકારરૂપ બની શકશે

નવી દિલ્હી તા.૯ : ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડમાં 10 જુલાઈથી રમાવાની છે. હાલ આ સિરીઝમાં બંને ટીમો 1-1ની બરાબરી પર છે. ત્યારે આજે ત્રીજી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડની ટીમે તેમની પ્લેઈંગ 11ની જાહેરાત કરી દીધી છે. લોર્ડ્સ ખાતે રમાનારા આ મહત્વપૂર્ણ મુકાબલામાં ઇંગ્લેન્ડની ટીમમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની વાપસી થઈ છે, જે ભારતીય બેટ્સમેનો માટે પડકારરૂપ બની શકે છે. આર્ચર ચાર વર્ષ બાદ ટેસ્ટ મેચ રમતો જોવા મળશે.
આર્ચરની વાપસીથી ઇંગ્લેન્ડના બોલિંગ આક્રમણને વધુ મજબૂતી મળશે. લાંબા સમય બાદ ટેસ્ટ ક્રિકેટમાં પરત ફરી રહેલો આર્ચર પોતાની ગતિ અને બાઉન્સથી ભારતીય બેટ્સમેનોને પરેશાન કરી શકે છે. આ ટેસ્ટ મેચ બંને ટીમો માટે મહત્વની છે કારણ કે તે સિરીઝમાં આગળ વધવા માટે નિર્ણાયક સાબિત થશે. લોર્ડ્સના ઐતિહાસિક મેદાન પર રમાનારી આ મેચ ક્રિકેટ ચાહકો માટે રોમાંચક બની રહેશે.
ભારત સામે ત્રીજી ટેસ્ટ માટેની ઇંગ્લેન્ડની પ્લેઈંગ 11
ઝેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોફ્રા આર્ચર, શોએબ બશીર.
ઈંગ્લેન્ડ સામેની ત્રીજી ટેસ્ટ મેચ માટે ભારતની સંભવિત પ્લેઈંગ 11
યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, કરુણ નાયર, શુભમન ગિલ (કેપ્ટન), ઋષભ પંત (વિકેટકીપર), નીતિશ રેડ્ડી, રવિન્દ્ર જાડેજા, વોશિંગ્ટન સુંદર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ, આકાશ દીપ.
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઇશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
(4:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
