<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th July 2025

ટીમ ઈન્‍ડિયાની ઐતિહાસિક જીત પાછળ ૫ ફેક્‍ટરઃ ગિલ-આકાશદીપ સિરાજ છવાયા

 

ભારતીય ટીમે ઈંગ્‍લેન્‍ડ સામેની એજબેસ્‍ટન ટેસ્‍ટ મેચ ૩૩૬ રનથી જીતી લીધી હતી. આ મેચમાં ઈંગ્‍લેન્‍ડને જીતવા માટે ૬૦૮ રનનો લક્ષ્યાંક હતો, જેનો પીછો કરતા ઈંગ્‍લેન્‍ડ ટીમ બીજી ઈનિંગમાં ૨૭૧ રનમાં સમેટાઈ ગઈ હતી. આ જીતને કારણે ભારતે પાંચ ટેસ્‍ટ મેચની સીરિઝ ૧-૧થી બરાબર કરી લીધી છે. ભારતીય ટીમની જીતમાં ૫ ફેક્‍ટરે મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

કેપ્‍ટન શુભમન ગિલની બે સદીએ ભારતીય ટીમની જીતમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી તો  ભારતીય ટીમ આ મેચ જસપ્રીત બુમરાહ વગર રમી હતી.

પરંતુ તેની ગેરહાજરી આકાશ દીપ અને મોહમ્‍મદ સિરાજ દ્વારા પૂરી કરવામાં આવી હતી. સિરાજે પહેલી ઈનિંગમાં છ વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં આકાશ દીપે ૬ વિકેટ લીધી હતી. આકાશ દીપે પણ પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટ લીધી હતી. એટલે કે તેમણે આ મેચમાં ૧૦ વિકેટ લીધી હતી.

લીડ્‍સ ટેસ્‍ટ મેચમાં ભારતીય ખેલાડીઓએ ૮ કેચ છોડ્‍યા હતા. તે મેચની સરખાણીમાં આ મેચમાં ભારતીય ટીમનું મેદાનમાં -દર્શન વધુ સારું રહ્યું હતું. ભારતીય ખેલાડીઓએ કેટલીક તકો ગુમાવી, પરંતુ જ્‍યારે વિકેટ લેવાની વાત આવી ત્‍યારે ફિલ્‍ડરોએ બોલરોને સારો ટેકો આપ્‍યો અને આનું પરિણામ આ મેચમાં પણ જોવા મળ્‍યું હતુ.

ભારતીય ટીમે બંને ઇનિંગ્‍સમાં મળીને ૧૦૦૦થી વધુ રન બનાવ્‍યા, જેથી ઈંગ્‍લેન્‍ડ ટીમની બોલિંગમાં મુશ્‍કેલી પડી હતી. બીજી ઈનિંગ્‍સમાં ઈંગ્‍લેન્‍ડના બોલરો ભારતીય ટીમના ડિક્‍લેરેશનની રાહ જોતા રહ્યા. જો ઈંગ્‍લેન્‍ડની ટીમે આ મેચમાં જોફ્રા આર્ચર રમ્‍યો હોત, તો તે થોડો પ્રભાવ પાડી શકયો હોત. રવિન્‍દ્ર જાડેજા અને વોશિંગ્‍ટન સુંદરનું પ્રદર્શન ખૂબ સારૂ રહ્યું હતું. જાડેજાએ પહેલી ઈનિંગમાં ૮૯ રન અને બીજી ઈનિંગમાં અણનમ ૬૯ રન બનાવ્‍યા હતા.

સુંદરે પહેલી ઇનિંગમાં ૪૨ રન બનાવ્‍યા હતા. જાડેજા અને સુંદરે ઇંગ્‍લેન્‍ડની બીજી ઇનિંગમાં પણ ૧-૧ વિકેટ લીધી હતી. બીજી ઈનિંગમાં ઈંગ્‍લેન્‍ડના કેપ્‍ટન સ્‍ટોક્‍સની વિકેટ ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતી, જે સુંદરના બોલ પર એલબીડબ્‍લ્‍યુ આઉટ થયો હતો. હવે ભારત-ઇંગ્‍લેન્‍ડ વચ્‍ચે ત્રીજી મેચ ૧૦મી જુલાઈથી લંડનના લોર્ડ્‍સ મેદાન પર રમાશે.

(1:58 PM IST)