<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th July 2025

સિરાજ બન્યો સુપરમેન : હવામાં કૂદકો મારીને શાનદાર કેચ પકડ્યો : ચાહકો ફિદા થઇ ગયા

સિરાજે પહેલી ઇનિંગમાં 6 વિકેટ લીધી હતી બીજી ઇનિંગમાં લાજવાબ કેચ પકડ્યો જેનો વિડિઓ ખુબ વાયરલ

ભારતીય ટીમે બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડની ટીમને 336 રનના મોટા માર્જિનથી હરાવ્યું છે. આ સાથે શ્રેણી 1-1થી બરાબર થઈ ગઈ છે. ભારત તરફથી શુભમન ગિલ, આકાશ દીપ અને મોહમ્મદ સિરાજે શાનદાર પ્રદર્શન કર્યું છે.

આ ખેલાડીઓના કારણે જ ટીમ જીત મેળવી શકી છે. મેચમાં સિરાજે એક શાનદાર કેચ પકડ્યો હતો, જેનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

રવિન્દ્ર જાડેજાએ ઈંગ્લેન્ડ સામેની ઇનિંગની 64મી ઓવર ફેંકી હતી. તેણે આ ઓવરનો પાંચમો બોલ જોસ તાંગને ફેંક્યો હતો. આ બોલને ટંક ફ્લિક કરવા માંગતો હતો. પરંતુ બોલ તેના બેટની ધાર લઈને મોહમ્મદ સિરાજ પાસે ગયો હતો, જ્યાં તેણે કેચ લેવામાં કોઈ ભૂલ કરી નહીં.

સિરાજે હવામાં કૂદકો માર્યો હતો અને તેના બંને હાથ લંબાવ્યા અને બોલ તેના એક હાથમાં ફસાઈ ગયો. તે જમીન પર પડી ગયો હતો પણ બોલ તેના હાથમાંથી ન ગયો અને તે સુપરમેન બની ગયો અને તેને પકડી લીધો.

ઇંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં મોહમ્મદ સિરાજે શાનદાર બોલિંગ કરી હતી. તેણે પહેલી ઇનિંગમાં 6 વિકેટ લીધી અને ઇંગ્લેન્ડના નીચલા ક્રમને તોડી પાડવામાં કોઈ કસર છોડી નહીં.

પહેલી ઇનિંગમાં તેણે જો રૂટ અને બેન સ્ટોક્સની સતત બોલ પર વિકેટ લીધી ત્યારે તેને હેટ્રિકની તક મળી હતી. પરંતુ હેટ્રિક બોલ પર જેમી સ્મિથ દ્વારા ફોર ફટકારવામાં આવી અને તેની હેટ્રિક પૂર્ણ થઈ શકી નહીં. આ પછી તેણે બીજી ઇનિંગમાં વિકેટ લીધી અને ટીમની જીતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.

(11:28 PM IST)