તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 30th June 2025
બીજા ટેસ્ટમાં આર્શદીપ, આકાશદીપ અને કુલદીપની એન્ટ્રો!: નાયર-સુદર્શન ટીમમાં
૨ જુલાઈથી બર્મિંગહામમાં બીજો ટેસ્ટ

નવી દિલ્હીઃ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની પાંચ ટેસ્ટ મેચ સિરીઝની બીજી મેચ ર્બમિંગહામમાં બે જુલાઈએ શરૂ થશે. જેમાં ભારતીય ટીમમાં ત્રણ મોટા ફેરફાર થઈ શકે છે.
ક્રિકબ્લોગરના રિપોર્ટ મુજબ, ‘ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચમાં જસપ્રીત બુમરાહનો સમાવેશ કરાયો નથી, તેના સ્થાને અર્શદીપ સિંઘને પ્લેઈંગ-૧૧માં તક મળી શકે છે. અર્શદીપે અત્યાર સુધી એક પણ ટેસ્ટ મેચ રમી નથી, પરંતુ તે કાઉન્ટી ચેમ્પિયનશીપ રમી ચુકયો હોવાથી ઈંગ્લેન્ડમાં રમવાનો અનુભવ ધરાવે છે. અર્શદીપ નેટ્સ પર નવી અને જૂના બોલ પર અભ્યાસ કરતો જોવા મળ્યો છે. તે બોલિંગમાં બંને તરફ સ્વિંગ કરવાની શક્તિ ધરાવે છે.
રિપોર્ટ મુજબ પ્રસિધ્ધ કળષ્ણાને સામાન્ય ઈજા થઈ છે. જો તે અનફીટ રહેશે તો તેના સ્થાને આકાશ દીપને પ્લેઈંગ-૧૧માં તક મળી શકે છે. સૌથી મોટા સમાચાર એવા છે કે, બીજી ટેસ્ટ મેચના પ્લેઈંગ-૧૧માંથી શાર્દુલ ઠાકુરનું પત્તુ કપાઈ શકે છે. કુલદીપ તેના સ્થાને કયાદવનો સમાવેશ થવાની સંભાવના છે. પ્રથમ ટેસ્ટ મેચમાં કરૂણ નાયરે બંને ઈનિંગમાં કુલ ૨૦ રન અને સાઈ સુદર્શને ૩૦ રન કર્યા હતા, તેમ છતાં એવું મનાઈ રહ્યું છે કે, બંનેને ટીમમાં જ રખાશે.(૪૦.૧૬)
(10:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
