તા. ૧૨ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ - ૧૧ મંગળવાર
News of Friday, 27th June 2025
વૈભવ સૂર્યવંશી અને આયુષ મ્હાત્રે ફેઈલ : હરવંશ પંગાલિયાએ સદી ફટકારી :ભારતનો 231 રને શાનદાર વિજય
ભારતીય અંડર-19 ટીમે ઈંગ્લેન્ડના પ્રવાસ પર યંગ લાયન્સ ઇન્વિટેશન ઇલેવન સામેની વોર્મ અપ મેચમાં 231 રનથી વિજય મેળવ્યો

લીડ્સ ટેસ્ટમાં ભારતીય ટીમ ઇંગ્લેન્ડ સામે 5 વિકેટથી હારી ગઈ હતી, પરંતુ યુવા ટીમે ચાહકોને ખુશ થવાની તક આપી હતી. આ સમયે ભારતીય અંડર-19 ટીમ આ દિવસોમાં ઇંગ્લેન્ડના પ્રવાસ પર છે. ભારતીય અંડર-19 ટીમે ઈંગ્લેન્ડના પ્રવાસ પર યંગ લાયન્સ ઇન્વિટેશન ઇલેવન સામેની વોર્મ અપ મેચમાં 231 રનથી વિજય મેળવ્યો હતો.
IPL 2025 થી ચર્ચામાં આવેલા આયુષ મ્હાત્રે યુવા ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. IPL સ્ટાર વૈભવ સૂર્યવંશી પણ આ ટીમનો ભાગ છે. મંગળવારે ભારતની અંડર-19 ટીમનો સામનો યંગ લાયન્સ ઇન્વિટેશન ઇલેવન સામે થયો હતો. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતર્યા બાદ ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી. અડધી ટીમ 91 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી ગઈ હતી.
આ પછી નીચલા ક્રમે શાનદાર પ્રદર્શન કર્યું. 9 નંબર પર બેટિંગ કરવા આવેલા હરવંશ પંગાલિયાએ સદી ફટકારી અને ભારતનો સ્કોર 400 થી વધુ પહોંચાડ્યો. ભારતીય ટીમે 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 442 રન બનાવ્યા.
આયુષ મ્હાત્રે 1 તો વૈભવ સૂર્યવંશી 17 રન બનાવીને આઉટ થયા. આ પછી પંગાલિયાએ 52 બોલમાં 9 છગ્ગા અને 8 ચોગ્ગાની મદદથી 103 રન બનાવ્યા. જવાબમાં ઈંગ્લેન્ડ 211 રનમાં ઓલઆઉટ થઈ ગયું. ઈંગ્લેન્ડના કેપ્ટન વિલ બેનિસને સદી ફટકારી. તેમણે 105 બોલનો સામનો કરીને 103 રન બનાવ્યા. જો કે તેની આ સદી ટીમને જીત અપાવી શકી નહિ.
(4:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
