તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 26th June 2025
ટીમ ઈન્ડિયાને વધુ એક મોટો ઝટકો લાગશે ?: બુમરાહ બીજી ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે
બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે બીજી ટેસ્ટ મેચમાં બુમરાહના રમવા પર શંકા

લીડ્સ ટેસ્ટ મેચમાં ઈંગ્લેન્ડની પહેલી ઇનિંગમાં પાંચ વિકેટ લેનાર જસપ્રીત બુમરાહ, આગામી 2 જુલાઈથી શરૂ થનાર એજબેસ્ટન ટેસ્ટ મેચમાંથી બહાર થઈ શકે છે. આ સમાચારથી ટીમ ઈન્ડિયાનું ટેન્શન વધી ગયું છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે બીજી ટેસ્ટ મેચ, આગામી 2 જુલાઈથી બર્મિંગહામના એજબેસ્ટન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાશે. આ ટેસ્ટ મેચમાં બુમરાહના રમવા પર શંકા છે. આનાથી ભારતની ફાસ્ટ બોલિંગ નબળી પડી શકે છે.
પહેલી ટેસ્ટ મેચમાં, બુમરાહને બીજા છેડેથી સારો સપોર્ટ ના મળવાને કારણે, ઈંગ્લેન્ડના બેટ્સમેનોએ ઝડપથી રન બનાવ્યા, હવે બીજી ટેસ્ટ મેચમાં તેની ગેરહાજરીમાં ટીમની હાલત વધુ ખરાબ થઈ શકે છે. દરમિયાન, બુમરાહ બીજી ટેસ્ટ મેચમાં નહીં રમે તેની કોઈ સત્તાવાર પુષ્ટિ નથી, પરંતુ ભૂતપૂર્વ ભારતીય ખેલાડી અને કોમેન્ટેટર રવિ શાસ્ત્રીએ તેના પર શંકા વ્યક્ત કરી છે.
સ્કાય સ્પોર્ટ્સ પર બોલતા, ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર રવિ શાસ્ત્રીએ કહ્યું, “બુમરાહએ કહ્યું હતું કે તે ફક્ત ત્રણ ટેસ્ટ મેચ રમશે. હવે તે કઈ મેચ રમશે તે મોટો પ્રશ્ન છે? મને લાગે છે કે જો તે વિરામ લેશે, તો તે બીજી ટેસ્ટ મેચ હશે, કારણ કે તે ચોક્કસપણે લોર્ડ્સમાં રમવાનું પસંદ કરશે”.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
