તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 22nd June 2025
ઈંગ્લેન્ડની ટીમ 465 રનમાં ઓલઆઉટ : ભારતને 6 રનની લીડ : જસપ્રીત બુમરાહે 5 વિકેટ ઝડપી
પ્રસિદ્ધ કૃષ્ણાને ત્રણ સફળતા મળી: મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી: ઓલી પોપે 14 ચોગ્ગાની મદદથી 106 રન જ્યારે બ્રૂકે 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 99 રન બનાવ્યા

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝનો પહેલો મુકાબલો લીડ્સના હેડિંગ્લે ક્રિકેટ સ્ટેડિયમ પર રમાઈ રહ્યો છે. આજે આ મુકાબલાનો ત્રીજો દિવસ છે. ઈંગ્લેન્ડની પહેલી ઈનિંગ 465ના સ્કોર સાથે સમેટાઈ ગઈ છે. ભારત પાસે 6 રનની લીડ છે. બુમરાહે આ ઈનિંગમાં 5 વિકેટ ઝડપી છે. ભારતીય ટીમના શુભમન ગિલ, ઋષભ પંત અને યશસ્વી જયસ્વાલે સદી ફટકારી હતી.
ઓલી પોપની સદી અને હેર બ્રૂકના 99 રનની ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડની ટીમે 465 રન બનાવી નાખ્યા છે. ભારતે પહેલા રમતા 471 રન બનાવ્યા હતા. ભારત પાસે હવે 6 રનની લીડ છે. ભારત માટે જસપ્રીત બુમરાહે પાંચ વિકેટ ઝડપી. પ્રસિદ્ધ કૃષ્ણાને ત્રણ સફળતા મળી. જ્યારે મોહમ્મદ સિરાજે બે વિકેટ ઝડપી. જેના કારણે ટીમ ઈન્ડિયાએ ઇંગ્લેન્ડને 465ના સ્કોર પર રોકી દીધું. ઇંગ્લેન્ડ માટે પોપે 14 ચોગ્ગાની મદદથી 106 રન બનાવ્યા. જ્યારે બ્રૂકે 11 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 99 રન બનાવ્યા.
(10:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
