<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 22nd June 2025

જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે ઇતિહાસ રચ્યો : મોટી સિદ્ધિ મેળવનાર પ્રથમ એશિયન બોલર બન્યો

આ પહેલા આજ સુધી કોઈ એશિયન બોલરે આ સિદ્ધિ મેળવી નહોતી

મુંબઈ : ભારતીય ટીમે ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચની પહેલી ઇનિંગમાં 6 રનની લીડ મેળવી છે. જસપ્રીત બુમરાહે ભારત માટે પહેલી ઇનિંગમાં શાનદાર બોલિંગ કરી. આ પહેલી વાર નથી જ્યારે જસપ્રીત બુમરાહે ટીમ ઈન્ડિયા માટે શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હોય, તેણે આ પહેલા પણ ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામે ઇતિહાસ રચ્યો છે. તે મોટી સિદ્ધિ મેળવનાર પ્રથમ એશિયન બોલર બન્યો છે.

જસપ્રીત બુમરાહે ઈંગ્લેન્ડ સામેની પહેલી ઇનિંગમાં 5 વિકેટ લીધી. આ સાથે તેણે એક મોટી સિદ્ધિ મેળવી. બુમરાહે ટેસ્ટ ફોર્મેટમાં સેના દેશોમાં 150 વિકેટ લેનાર પ્રથમ એશિયન બોલર બન્યો છે. આ પહેલા આજ સુધી કોઈ એશિયન બોલરે આ સિદ્ધિ મેળવી નહોતી. જસપ્રીત બુમરાહે 24.4 ઓવરમાં 83 રન આપીને 5 વિકેટ લીધી. તેણે 5 મેડન ઓવર પણ ફેંકી. સેના દેશોમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, જસપ્રીત બુમરાહે 5 વિકેટ લઈને કપિલ દેવની બરાબરી કરી છે. વિદેશી ટેસ્ટ મેચોમાં ભારત માટે સૌથી વધુ 5 વિકેટ લેવાની બાબતમાં તેણે કપિલ દેવની બરાબરી કરી છે. કપિલ દેવે 66 મેચોમાં 12 વખત 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી હતી. આ ઉપરાંત, જસપ્રીત બુમરાહે ફક્ત 34 ટેસ્ટ મેચોમાં આ સિદ્ધિ હાંસલ કરી છે.

વિદેશી ટેસ્ટ મેચોમાં ભારત માટે સૌથી વધુ પાંચ વિકેટ લેનાર બોલર્સ

12 જસપ્રીત બુમરાહે (34 ટેસ્ટ)*12 કપિલ દેવ (66)9 ઇશાંત શર્મા (63)8 ઝહીર ખાન (54)7 ઇરફાન પઠાણ (15)

આ ઉપરાંત, જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડમાં સૌથી વધુ 5 વિકેટ લેનાર ખેલાડી પણ બની ગયો છે. તેણે આ બાબતમાં ચેતન શર્માને પાછળ છોડી દીધો છે.

 

(10:27 PM IST)