<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

ટીમ ઇન્ડિયા 471 રનમાં ઓલઆઉટ: કેપ્ટન ગિલે 147, પંતે 134 અને જયસ્વાલે 101 રન ફટકાર્યા

છેલ્લી 7 વિકેટ 41 રનમાં ગુમાવી : ટંગ-સ્ટોક્સે 4-4 વિકેટ લીધી: હાલ વરસાદના કારણે મેચ રોકવી પડી : 8 વર્ષ પછી ભારતીય ટીમમાં વાપસી કરી રહેલા કરુણ નાયર ખાતું પણ ખોલી શક્યો નહીં.

તેંડુલકર-એન્ડરસન ટ્રોફીની પ્રથમ ટેસ્ટની પહેલી ઇનિંગમાં ભારત 471 રનમાં ઓલઆઉટ થઈ ગયું છે. ટીમે છેલ્લી 7 વિકેટ 41 રનમાં ગુમાવી દીધી હતી. હેડિંગ્લે ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચાલી રહેલી મેચના બીજા દિવસે શનિવારે ભારતીય ટીમે 359/3 ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. હાલ વરસાદના કારણે મેચ રોકવી પડી છે.  

કેપ્ટન શુભમન ગિલે 147, રિષભ પંતે 134 અને યશસ્વી જયસ્વાલે 101 રન બનાવ્યા. કેએલ રાહુલે 42 રનનું યોગદાન આપ્યું. લંચ પહેલાં ગિલ અને પંતના આઉટ થયા બાદ ભારતીય ટીમનો લોઅર મિડલ ક્રમ તૂટી પડ્યો. 8 વર્ષ પછી ભારતીય ટીમમાં વાપસી કરી રહેલા કરુણ નાયર ખાતું પણ ખોલી શક્યો નહીં. રવીન્દ્ર જાડેજા 11 રન બનાવીને અને શાર્દૂલ એક રન બનાવીને આઉટ થયા.

ઇંગ્લેન્ડ માટે કેપ્ટન બેન સ્ટોક્સ અને જોશ ટંગે 4-4 વિકેટ લીધી. બ્રાયડન કાર્સ અને શોએબ બશીરે 1-1 વિકેટ લીધી.

પંતે સદીઓના મામલે ધોનીને પાછળ છોડ્યો રિષભ પંતે ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય વિકેટકીપર દ્વારા સૌથી વધુ સદીઓના મામલે એમએસ ધોનીને પાછળ છોડી દીધો છે. તેની પાસે હવે 7 સદી છે. ધોનીએ તેની ટેસ્ટ કારકિર્દીમાં 6 સદી ફટકારી હતી.

લીડ્સમાં વરસાદ શરૂ થયો છે. આવી સ્થિતિમાં, ઇંગ્લેન્ડનો દાવ મોડો શરૂ થશે. વરસાદને કારણે ખેલાડીઓને મેદાનમાંથી પાછા ફરવું પડ્યું છે ભારતીય ટીમ પ્રથમ ઇનિંગમાં 471 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. જોશ ટંગે પ્રસિદ્ધ ક્રિષ્નાને બોલ્ડ આઉટ કરીને ટીમને ઓલઆઉટ કરી દીધી. તેણે 4 વિકેટ લીધી. બેન સ્ટોક્સે પણ 4 વિકેટ લીધી. 

ભારતીય ટીમે નવમી વિકેટ ગુમાવી દીધી છે. અહીં રવિન્દ્ર જાડેજા 11 રન બનાવીને આઉટ થયો. તેને જોશ ટંગે બોલ્ડ કર્યો. ટંગે ત્રીજી વિકેટ મેળવી. 

ભારતીય ટીમે 111મી ઓવરમાં આઠમી વિકેટ ગુમાવી દીધી. અહીં જસપ્રીત બુમરાહ ઝીરો પર આઉટ થયો. જોશ ટંગે તેને સ્લિપમાં હેરી બ્રુકના હાથે કેચ કરાવ્યો. ટંગે બીજી વિકેટ મેળવી.  

 

(6:59 PM IST)