<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 21st June 2025

ઝિમ્બાબ્વે ટેસ્ટ સિરીઝમાંથી ટેમ્બા બાવુમા બહાર : કેશવ મહારાજ કેપ્ટનશીપ સોંપાઈ

આગામી બે મેચ નહીં રમી શકે બાવુમા : દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ દરમિયાન બેટિંગ કરતી વખતે બાવુમા ઈજાગ્રસ્ત

નવી દિલ્હી: તાજેતરમાં દક્ષિણ આફ્રિકાને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ટાઇટલ અપાવનાર ટેમ્બા બાવુમા ઝિમ્બાબ્વે સામેની બે ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. સ્પિન બોલર કેશવ મહારાજ તેમની કેપ્ટનશીપ કરશે.ડાબા પગની ઘૂંટીમાં ખેંચાણને કારણે ટેમ્બા બાવુમા ઝિમ્બાબ્વે સામેની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર થઈ ગયા છે. તેમને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ દરમિયાન આ ઈજા થઈ હતી, જોકે તેમણે તે સમયે ઈજા સાથે બેટિંગ કરી હતી અને બીજી ઇનિંગમાં 66 રન બનાવીને ટીમને ચેમ્પિયન બનાવવામાં મોટી ભૂમિકા ભજવી હતી.ક્રિકેટ સાઉથ આફ્રિકાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર એક પોસ્ટમાં લખ્યું છે કે, "દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમાને ડાબા પગમાં હેમસ્ટ્રિંગ સ્ટ્રેનને કારણે ઝિમ્બાબ્વે સામેની આગામી બે મેચની ટેસ્ટ શ્રેણીમાંથી બહાર કરવામાં આવ્યા છે. લોર્ડ્સ ક્રિકેટ ગ્રાઉન્ડ પર ઓસ્ટ્રેલિયા સામે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલના ત્રીજા દિવસે દક્ષિણ આફ્રિકાની બીજી ઇનિંગ દરમિયાન બેટિંગ કરતી વખતે બાવુમા ઈજાગ્રસ્ત થયો હતો. ઈજાની ગંભીરતાનું મૂલ્યાંકન કરવા માટે તેમનું સ્કેન કરવામાં આવશે. કેશવ મહારાજ તેમની ગેરહાજરીમાં ટીમનું નેતૃત્વ કરશે."

 

(5:32 PM IST)