<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 19th June 2025

ભારત પહેલી ટેસ્‍ટ જીતશે તો ગિલ રચશે ઈતિહાસઃ ધોની-કોહલી નથી કરી શકયા આ કારનામું

કપિલ દેવ અને સૌરવ ગાંગુલીએ આ મેદાનમાં આપણને જીત અપાવી છે

નવી દિલ્‍હીઃ ટીમ ઈન્‍ડિયા ઈંગ્‍લેન્‍ડ પ્રવાસ શરૂ કરવા માટે તૈયાર છે. કેપ્‍ટન તરીકે ગિલનો આ પહેલો ટેસ્‍ટ પણ હશે. આ યુવા બેટ્‍સમેન પોતાની કેપ્‍ટનશીપની શરૂઆત જીત સાથે કરવાની આશા રાખશે. ગિલ પાસે પણ આ મેચમાં ઇતિહાસ રચવાની તક છે. જો ટીમ ઈન્‍ડિયા આ ટેસ્‍ટ જીતે છે, તો ગિલ ઇતિહાસ રચશે. તે એવી સિદ્ધિ મેળવશે જે એમએસ ધોની અને વિરાટ કોહલી પણ તેમની કેપ્‍ટનશીપમાં કરી શકયા નથી.

ભારતે આ મેદાન પર પોતાની પહેલી મેચ ૧૯૫૨માં રમી હતી, જેમાં તેને સાત વિકેટથી હારનો સામનો કરવો પડ્‍યો હતો. ત્‍યારથી, આ મેદાન પર સાત મેચો રમી છે, જેમાંથી તેઓ ફક્‍ત બે વાર જ વિજયી બન્‍યા છે, જ્‍યારે એક મેચ ડ્રો રહી હતી. આવી સ્‍થિતિમાં, જો ટીમ ઈન્‍ડિયા આગામી મેચ જીતી જાય છે, તો તે આ મેદાન પર જીતની હેટ્રિક હાંસલ કરશે.

આ મેદાન પર ટીમની બે જીત ૧૯૮૬માં કપિલ દેવ અને ૨૦૦૨માં સૌરવ ગાંગુલીની કેપ્‍ટનશીપમાં હતી. આવી સ્‍થિતિમાં, જો ગિલ આગામી ટેસ્‍ટ જીતે છે, તો તે કપિલ દેવ અને ગાંગુલી પછી આ મેદાન પર ટેસ્‍ટ જીતનાર ભારતનો માત્ર ત્રીજો કેપ્‍ટન બનશે. ધોની અને કોહલી પણ તેમની કેપ્‍ટનશીપમાં આ મેદાન પર ભારતને મેચ જીતવામાં નિષ્‍ફળ રહ્યા. ભારતે અહીં તેની છેલ્લી ટેસ્‍ટ ૨૦૨૧માં વિરાટ કોહલીની કેપ્‍ટનશીપમાં રમી હતી, જેમાં તેને એક ઇનિંગ્‍સ અને ૭૬ રનથી કારમી હારનો સામનો કરવો પડ્‍યો હતો.

(4:22 PM IST)