તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 19th June 2025
પિચ ઉછાળવાળી હશેઃ ઈંગ્લેન્ડની ટીમ ૪ ફાસ્ટ બોલરો મેદાનમાં ઉતારશેઃ ટીમ જાહેર

નવી દિલ્હીઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ માટે યજમાન ઈંગ્લેન્ડની ટીમે તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી છે. પ્લેઈંગ ઈલેવનમાંથી ત્રણ ખેલાડીઓને બહાર કરવામાં આવ્યા છે. ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં ત્રણ ફાસ્ટ બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે એક સ્પેશિયાલિસ્ટ સ્પિનરને સ્થાન મળ્યું છે. ઈંગ્લેન્ડે જેકબ બેથેલ, જેમી ઓવરટન અને સેમ કૂકને પ્લેઈંગ ઈલેવનમાંથી બાકાત રાખ્યા છે.
ઈંગ્લેન્ડ એક સ્પેશિયાલિસ્ટ સ્પિનર સાથે મેદાનમાં ઉતર્યું છે અને ત્રણ ફાસ્ટ બોલરો ઉપરાંત, તેની પાસે કેપ્ટન બેન સ્ટોક્સ છે જે પોતે એક મીડિયમ પેસર છે. મતલબ કે ઈંગ્લેન્ડ ચાર ફાસ્ટ બોલરો સાથે મેદાનમાં ઉતરશે અને આ એક સંકેત છે કે લીડ્સની પિચ પર ફાસ્ટ બોલરોને મદદ મળી શકે છે.
ઈંગ્લેન્ડના બોલિંગ યુનિટમાં અનુભવનો અભાવ છે. એન્ડરસન અને બ્રોડ બંને ભારત સામેની છેલ્લી ટેસ્ટ શ્રેણીમાં હતા પરંતુ હવે બંને નિવળત્ત થઈ ગયા છે અને હવે ઈંગ્લેન્ડની ટીમ બ્રાયડન કાર્સ, જોશ ટોંગ, શોએબ બશીર પર નિર્ભર છે. ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવન જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રુક, બેન સ્ટોક્સ (કેપ્ટન), જેમી સ્મિથ, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ અને શોએબ બશીર.
(2:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
