તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 16th June 2025
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની મેચો કેટલા વાગ્યાથી શરૂ થશે ?: જાણો ટેસ્ટ સિરીઝનો સમગ્ર ટાઈટ ટેબલ
પાંચ મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત 20 જૂનથી થશે : પ્રથમ મેચ હેડિંગ્લે, લીડ્સમાં રમાશે

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 20 જૂનથી શરૂ થઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ સિરીઝને લઈને દર્શકોમાં ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્માની નિવૃતિ બાદ આ ટીમ ઈન્ડિયાની પ્રથમ ટેસ્ટ સિરીઝ છે. આ સિરીઝ માટે શુભમન ગિલને કેપ્ટન અને ઋષભ પંતને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ત્યારે આ આર્ટિકલમાં જાણી લો ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની સિરીઝની મેચો કેટલા વાગ્યાથી શરૂ થશે. જાણી લો ટેસ્ટ સિરીઝનો સમગ્ર ટાઈટ ટેબલ.
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની શરૂઆત 20 જૂનથી થઈ રહી છે. પ્રથમ મેચ હેડિંગ્લે, લીડ્સમાં રમાશે. આ મેચોના શરૂ થવાના સમયની વાત કરવામાં આવે તો, ભારતમાં દિવસમાં સાડા ત્રણ વાગ્યાથી મેચની શરૂઆત થશે. આના અડધા કલાક પહેલા એટલે કે 3 વાગ્યે ટોસ થશે. પાંચેય મેચોનો સમય એક સરખો જ છે. એટલે કે તમામ મેચો બપોરે 3.30 વાગ્યાથી જ શરૂ થશે. દિવસનો અંત લગભગ રાત્રે 10.30 થી 11.00 વાગ્યા સુધી થઈ શકશે.
ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ સિરીઝનું શેડ્યૂલ
ટેસ્ટ મેચતારીખસ્થળશહેરમેચ સમયપ્રથમ ટેસ્ટ20-24 જૂન, 2025હેડિંગ્લીલીડ્સબપોરે 3:30 વાગ્યાથીબીજી ટેસ્ટ2-6 જુલાઈ, 2025એજબેસ્ટનબર્મિંગહામબપોરે 3:30 વાગ્યાથીત્રીજી ટેસ્ટ10-14 જુલાઈ, 2025લોર્ડ્સલંડનબપોરે 3:30 વાગ્યાથીચોથી ટેસ્ટ23-27 જુલાઈ, 2025ઓલ્ડ ટ્રેફોર્ડમાન્ચેસ્ટરબપોરે 3:30 વાગ્યાથીપાંચમી ટેસ્ટ31 જુલાઈ-4 ઓગસ્ટ, 2025ધ ઓવલલંડનબપોરે 3:30 વાગ્યાથી
ઈંગ્લેન્ડ પ્રવાસ માટે 18 સભ્યોની ભારતીય ટીમ
શુભમન ગિલ (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, કેએલ રાહુલ, સાઈ સુદર્શન, ઋષભ પંત (વાઈસ કેપ્ટન/વિકેટકીપર), નીતિશ કુમાર રેડ્ડી, રવીન્દ્ર જાડેજા, ધ્રુવ જુરેલ (વિકેટકીપર), અભિમન્યુ ઇશ્વરન, શાર્દુલ ઠાકુર, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, પ્રસિદ્ધ કૃષ્ણા, કરુણ નાયર, વોશિંગ્ટન સુંદર, આકાશ દીપ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ.
ભારત સામેની પ્રથમ ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમ
બેન સ્ટોક્સ (કેપ્ટન), શોએબ બશીર, જેકબ બેથેલ, હેરી બ્રુક, બ્રાઇડન કાર્સે, સેમ કૂક, જેક ક્રોલી, બેન ડકેટ, જેમી ઓવરટન, ઓલી પોપ, જો રૂટ, જેમી સ્મિથ, જોશ ટોંગ, ક્રિસ વોક્સ.
(11:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
