<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th June 2025

વિસ્‍ફોટક બેટસમેન નિકોલસ પૂરને કરી નિવૃતિની જાહેરાત

વિન્‍ડીઝના આ ખેલાડીએ માત્ર ૨૯ વર્ષની વયે આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતિ લેવાનો નિર્ણય લીધોઃ ૧૦૬ ટી ૨૦ મેચોમાં ૨૨૭૫ રન બનાવ્‍યા છેઃ ઉતાર-ચઢાવવાળી કારકીર્ર્દી

નવી દિલ્‍હીઃ વેસ્‍ટ ઈન્‍ડિઝના સ્‍ટાર ખેલાડી નિકોલસ પૂરને   આંતરરાષ્‍ટ્રીય ક્રિકેટમાંથી નિવળત્તિ લીધી. તેણે ૨૯ વર્ષની ઉંમરે આ નિર્ણય લીધો. નિકોલસ પૂરન વેસ્‍ટ ઈન્‍ડિઝ માટે ટી૨૦માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે ઈન્‍સ્‍ટાગ્રામ પર એક પોસ્‍ટ દ્વારા નિવળત્તિ અંગે માહિતી આપતા લખ્‍યું કે, મારા માટે આ નિર્ણય લેવો ખૂબ મુશ્‍કેલ હતું, પરંતુ મે ખૂબ વિચાર કર્યા પછી નિર્ણય લીધો છે.

નિકોલસ પૂરણની કારકિર્દી ઉતાર-ચઢાવથી ભરેલી રહી છે. તે ટી ૨૦માં સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બનવાનો રેકોર્ડ ધરાવે છે. વર્ષ ૨૦૧૯માં અફઘાનિસ્‍તાન સામે બોલ ટેમ્‍પરિંગના આરોપમાં તેને સસ્‍પેન્‍ડ પણ કરવામાં આવ્‍યો હતો. જોકે, તે ટૂંક સમયમાં પાછો ફર્યો અને કિરોન પોલાર્ડની ગેરહાજરીમાં ટીમનું નેતળત્‍વ પણ સંભાળ્‍યું. તેના કેપ્‍ટનશીપ હેઠળ, વેસ્‍ટ ઈન્‍ડિઝે ઓસ્‍ટ્રેલિયાને ૪-૧થી હરાવ્‍યું. વર્ષ ૨૦૨૨માં તેને કાયમ માટે વ્‍હાઇટ-બોલ ટીમનો કેપ્‍ટન બનાવવામાં આવ્‍યો. પરંતુ ઓસ્‍ટ્રેલિયામાં આયોજિત ટી૨૦ વર્લ્‍ડ કપમાં ટીમના ખરાબ -દર્શન બાદ તેણે કેપ્‍ટનશીપ છોડી દીધી.

નિકોલસ પૂરન ૧૦૬ ટી૨૦ મેચોમાં ૨,૨૭૫ રન બનાવ્‍યા હતા. તેમનો સ્‍ટ્રાઈક રેટ ખૂબ જ સારો હતો, જેના કારણે તે હંમેશા વિરોધી ટીમ માટે ખતરો રહ્યો. તેણે ૬૧ વનડે પણ રમી હતી, જેમાં તેણે ત્રણ સદી ફટકારી હતી. તેણે ૨૦૧૯ના વર્લ્‍ડ કપમાં વેસ્‍ટ ઈન્‍ડિઝનું પ્રતિનિધિત્‍વ પણ કર્યું હતું. પૂરણની નિવળત્તિ પછી ઘણાં ક્રિકેટ દિગ્‍ગજોએ તેને શુભેચ્‍છા પાઠવી છે. બધાએ તેની શાનદાર કારકિર્દીની પ્રશંસા કરી છે

(4:16 PM IST)