તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 7th June 2025
તાઈવાન એથ્લેટિક્સ ઓપનના પહેલા દિવસે ભારતે દબદબાભેર જીત્યા 6 ગોલ્ડ મેડલ
મહિલાઓની 100 મીટર હર્ડલ્સ, પુરુષોની 110 મીટર હર્ડલ્સ, પુરુષો અને મહિલા બંનેની 100 મીટર રિલે, મહિલાઓની 1500 મીટર દોડ તથા પુરુષોની ટ્રિપલ જમ્પમાં સુવર્ણસિદ્ધિ

આજે ચાઈનીઝ તાઈપેઈમાં તાઈવાન એથ્લેટિક્સ ઓપન 2025 ના ઉદ્ઘાટન દિવસે ભારતે છ સુવર્ણચંદ્રકો મેળવ્યા હતા, જેમાં ઓલિમ્પિયન જ્યોતિ યારાજીએ મહિલાઓની 100 મીટર હર્ડલ્સમાં વિજય મેળવીને આ સિઝનમાં તેનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખ્યું હતું.
પુરુષોની 110 મીટર હર્ડલ્સમાં રાષ્ટ્રીય રેકોર્ડ ધારક તેજસ શિર્સે પણ તેની પ્રિય ઇવેન્ટમાં 13.52 સેકન્ડના સિઝનના શ્રેષ્ઠ સમય સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.
ભારતે પુરુષો અને મહિલા બંનેની 100 મીટર રિલેમાં પણ ગોલ્ડ મેડલ જીત્યા હતા.
સુધીક્ષા વાદલુરી, અભિનયા રાજરાજન, સ્નેહા એસ.એસ. અને નિત્યા ગાંધીની ચોકડીએ મહિલાઓની 100 મીટર રિલે જીતી હતી.
પુરુષોની 100 મીટર રિલેમાં ગુરિન્દરવીર સિંહ, અનિમેષ કુજુર, મણિકાંત હોબલિધર અને અમલન બોરગોહેનની ચોકડીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
આ પહેલા દિવસે, પૂજાએ મહિલાઓની 1500 મીટર રેસમાં પ્રભુત્વ જમાવીને ભારતનો પ્રથમ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
અબ્દુલ્લા અબૂબેકરે પુરુષોની ટ્રિપલ જમ્પમાં 16.21 મીટરનો કૂદકો લગાવીને ભારતનો બીજો ગોલ્ડ મેડલ સુરક્ષિત કર્યો હતો.
બે દિવસીય તાઈવાન એથ્લેટિક્સ ઓપન 2025 આવતીકાલે સમાપ્ત થશે.
(11:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
