<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 4th June 2025

IPLમાં યુઝવેન્દ્ર ચહલના નામે ખૂબ જ શરમજનક રેકોર્ડ નોંધાયો

યુઝવેન્દ્ર ચહલ IPLના ઇતિહાસમાં પ્રથમ ખેલાડી બન્યો કે જેણે અલગ અલગ ટીમો સાથે ત્રણ વખત ફાઇનલ રમી છે અને તે તમામ ટીમને હારનો સામનો કરવો પડ્યો

મુંબઈ :ઇન્ડિયન પ્રીમિયર લીગની 18મી સીઝન 3 જૂનના રોજ ફાઇનલ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર(RCB)ની જીત સાથે પૂરી થઈ ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ(PBKS) સામે રમાયેલી આ ફાઇનલ મેચમાં RCB ટીમનો ભારે દબદબો જોવા મળ્યો હતો.જેમાં 18 વર્ષની લાંબી રાહ જોયા બાદ પ્રથમ IPL ટ્રોફી જીતવામાં સફળ રહ્યા હતુ.

દરમિયાન ફાઇનલ મેચમાં પંજાબ કિંગ્સ ટીમ તરફથી રમી રહેલા યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ના નામે એક રેકોર્ડ નોંધાયો છે કે જેને કોઈ પણ ખેલાડી ક્યારેય તોડવા માંગશે નહીં.

યુઝવેન્દ્ર ચહલ માટે IPL 2025 સીઝન અપેક્ષા મુજબ બિલકુલ ન હતી. તેને ફિટનેસ સમસ્યાને લીધે કેટલીક મેચોથી દૂર રહેવું પડ્યું હતું.ચહલના નામે હવે IPLમાં એવો રેકોર્ડ નોંધાયો છે કે જેને કોઈ પણ ખેલાડી ક્યારેય તોડવાનો પ્રયાસ કરશે નહીં.

યુઝવેન્દ્ર ચહલ IPLના ઇતિહાસમાં પ્રથમ ખેલાડી બન્યો છે કે જેણે અલગ અલગ ટીમો સાથે ત્રણ વખત ફાઇનલ રમી છે અને તે તમમમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. ચહલે વર્ષ 2016ની IPL સીઝનમાં RCB માટે અંતિમ મેચ રમી હતી અને ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો.

ત્યારબાદ યુઝવેન્દ્ર ચહલે રાજસ્થાન રોયલ્સ ટીમ માટે 2022ની IPL સીઝન રમી હતી જેમાં તે પણ હારી ગયો હતો. હવે IPL 2025 સીઝનમાં જ્યારે ચહલ પંજાબ કિંગ્સ તરફથી રમી રહ્યો હતો ત્યારે તેની ટીમે ફાઇનલમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું પરંતુ ત્યાં પણ હારનો સામનો કરવો પડ્યો હતો.

(6:34 PM IST)